તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભચાઉ લઠ્ઠાકાંડ ઝેરી રસાયણનો સપ્લાયર રિમાન્ડમાં

ભચાઉ લઠ્ઠાકાંડ ઝેરી રસાયણનો સપ્લાયર રિમાન્ડમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં પિયક્કડોના ભોગ લઈ ચૂકેલા લઠ્ઠાકાંડમાં ઝેરી રસાયણ પૂરું પાડનારા સૂત્રધારને પોલીસે અમદાવાદથી પકડી પાડ્યા બાદ તેને ભચાઉમાં લાવવામાં આવ્યો હતો. એની સાથે તે કંડલાથી અમદાવાદ લઈ જવાયેલું નેચરલ આલ્કોહોલનું ટેન્કર પણ કબજે કરવામાં આવ્યું હતું.
મંગળવારથી જિલ્લાભરમાં ચકચાર મચાવનારા ભચાઉના લઠ્ઠાકાંડમાં બે મહિલા સહિત ચાર આરોપીની હત્યા અને ખૂનની કોશિશના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓની પૂછપરછમાં કાતિલ કેમિકલના સપ્લાયર જેમલ રણછોડ કોલી(૩૭)નુંનામ ખૂલતાં સીઆઇડી ક્રાઇમને સાથે રાખીને ભચાઉ પોલીસે તેને અમદાવાથી ઝડપી પાડÛો હતો. પોલીસ તેને ભચાઉ લાવી હતી અને વિધિવત્ ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. આ શખ્સ મૂળ રાપર તાલુકાના પલીવાડનો
...અનુસંધાન પાના નં. ૪

છે અને હાલ વોંધમાં રહે છે. તે અંતરજાળના શંભુભાઈ આહિરના ટ્રાન્સપોર્ટમાં છેલ્લા એક માસથી ડ્રાઇવર તરીકે કામે લાગ્યો હતો. જેમલ અગાઉ કંડલાથી અમદાવાદ બે ટેન્કર લઈ ગયો હતો. ત્રીજું ટેન્કર ખાલી કરે એ પહેલાં જ તેને પકડી પાડવામાં આવ્યો હતો. એફએસએલ મારફતે તેની તપાસ કરાવતાં પોલીસને એ નેચરલ આલ્કોહોલ જણાઈ આવ્યું હતું.
આ શખ્સ મિથેનોલયુકત કેમિકલનું ટેન્કર ચલાવતો હતો અને તેના તિળયાંમાં જમા થયેલો જથ્થો ભચાઉના જૂનાવાડામાં રહેતા બૂટલેગરને વેચી નાખતો હતો. આ હકીકત સામે આવ્યા બાદ પોલીસે જૂનાવાડા વિસ્તારમાં ગુરુવારે ૩૫ લિટરનું ઝેરી કેમિકલ પકડી પાડયું હતું. આરોપીઓ હજી રિમાન્ડ પર છે, ત્યારે આ પ્રકરણમાં હજી પણ કડાકા-ભડાકા થવાથી શકયતા સેવાઈ રહી છે.