તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એક સાથે ૧૦ મંદિરોની પ્રતિષ્ઠા પૂજનવિધિ

એક સાથે ૧૦ મંદિરોની પ્રતિષ્ઠા પૂજનવિધિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તીર્થભૂમિ સાળંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજે ૧૦ નવા મંદિરોની પ્રતિષ્ઠા પૂજનવિધિ કરી તે સાથે જ ૫ અન્ય મંદિરોની ઇિષ્ટકા પૂજનવિધિ પણ કરી હતી. બીએપીએસનાં ૧૦ નૂતન મંદિરોમાં વિરાજિત થનાર મૂતિgઓની પૂજનવિધિ કરીને પ્રમુખસ્વામી મહારાજે ઈતિહાસ સજર્યો છે. હાલમાં નિર્મિત નૂતન બીએપીએસ મંદિરો કે જેમાં અમદાવાદ શહેરના રાયપુર, ખાડિયા અને મેઘાણીનગર વિસ્તાર, જુનાગઢ ક્ષેત્રના ઉપલેટા અને ધોરાજી, જામનગર ક્ષેત્રના ધૂડકોટ અને શેખપાટ, ગોંડલ ક્ષેત્રના બોરિયા અને મોવિયા, ગોધરાક્ષેત્રના લુણાવડા તેમજ સુરેન્દ્રનગર ક્ષેત્રના રતનપર ગામમાં આગામી દિવસોમાં મૂતિgપ્રતિષ્ઠા થનારી છે. આ સાથે જ સુરેન્દ્રનગર ક્ષેત્રના કોલેજ રોડ, ગીતાનગર, બજરંગપુરા અને વઢવાણ વિસ્તારમાં મંદિર નિમૉણ થનાર છે. તેની ઇિષ્ટકાપૂજનવિધિ પણ સ્વામીએ કરી હતી.