• Gujarati News
  • મુંબઈના બેંક કેસમાં ઈઇકની ટીમ નારાયણ સરોવર પહોંચી

મુંબઈના બેંક કેસમાં ઈઇકની ટીમ નારાયણ સરોવર પહોંચી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવરમાં શુક્રવારે મોડી સાંજે મુંબઈના એક બેંક કેસમાં આરોપીને શોધવા માટે સીબીઆઇ(સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન)ની એક ટુકડી આવી પહોંચી હતી. આરોપી દંપતી પૈકી પત્નીની ભાળ મળી જતાં તેને સાથે રાખીને પતિનો પત્તો મેળવવા ટીમે તપાસ હાથ ધરી હતી.
મુંબઈમાં વર્ષ ૧૯૯૮માં બહાર આવેલાં એક બેંક કૌભાંમાં ગોરેગાંવ(મુંબઈ)ના આરોપી પરશુરામ જયાનંદ દવે અને તેની પત્ની મંજુબેન સામે કેસ ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૦૫થી આ દંપતી લાપતા થયું હતું. સીબીઆઇએ મંજુબેનને પકડી પાડતાં તેણે એવી કબૂલાત આપેલી કે, તેના પતિ નારાયણ સરોવરમાં મૃત્યુ પામ્યા છે. આ વાત ગળે ઉતરી નહીં, એટલે તપાસ અર્થે સીબીઆઇની ટીમે કચ્છની વાટ પકડી હતી. શુક્રવારે સાંજે નારાયણ સરોવર પહોંચેલી ટીમે ત્યાંના વૃદ્ધાશ્રામ, અન્નક્ષેત્ર, ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશને જઈને પરશુરામ દવેની તસવીર બતાવીને માહિતી મેળવી હતી.
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આ પતિ-પત્ની નામ બદલીને ધીરજલાલ અમૃતલાલ દવે તથા જયાબેન તરીકે અહીંના વૃદ્ધાશ્રામમાં વસવાટ કરતાં હતાં. તા.૮ જુલાઈ, ૨૦૦૫ સુધી ત્યાં જ રહ્યાં હતાં.
...અનુસંધાન પાના નં. ૪

બાદમાં તેઓ ખાવડા પાસેના કાળા ડુંગર પર રહ્યાં હતાં. સીબીઆઇ સમક્ષ મંજુલાબેને એવું જણાવ્યું કે, કાળા ડંુગર બાદ તેઓ ફરી નારાયણ સરોવર આવ્યા હતા. તા.૨૩ ડિસેમ્બર, ૨૦૦૫ના દિવસે પતિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. સીબીઆઇ સમક્ષ મહિલાએ પતિનું ડેથ સિર્ટફિકેટ પણ રજૂ કયઁુ હતું.
બીજી બાજુ પરશુરામનું મૃત્યુ નારાયણ સરોવરમાં જ થયું છે કે નહીં તેમજ મંજુલાની વાત સાચી છે કે, નહીં તેની તપાસ માટે સીબીઆઇની ટીમે વૃદ્ધાશ્રામ, અન્નક્ષેત્ર, ગ્રામ પંચાયત અને નારાયણ સરોવર પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લીધી હતી. ગ્રામ પંચાયતમાં પણ મરણની નોંધ છે કે નહીં એ વિશે પણ તપાસ કરાઈ હતી. જોકે, ટીમને મહિલાની વાત ગળે ઉતરી નહોતી.