તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાલંભા નજીક બે બાઇક અથડાયા : ચાર ઘવાયા

બાલંભા નજીક બે બાઇક અથડાયા : ચાર ઘવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોડિયા તાલુકાના બાલંભા ગામ નજીક બે મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર યુવાનોને ઇજા પહોંચતા જામનગર ખસેડાયા છે. ચાર પૈકી એકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામ નજીક સર્જાયેલા અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ, ધ્રોલ-જોડિયા માર્ગ પર શુક્રવારે બપોર બાદ બે મોટર સાઇકલ વચ્ચે ધડાકાભેર ટકકર થવા પામી હતી. જેમાં જોડિયાના બાલંભા ગામના એક બાઇકમાં સવાર હિતેશ બચુભા પરમાર (ઉ.વ.૩૫) અને નટવરભાઇ બચુભા પરમાર (ઉ.વ.૨૮) તથા અન્ય બાઇક પર સવાર તાલુકાના તારાણા ગામના જયપાલસિંહ મેરૂભા જાડેજા (ઉ.વ.૨૨)ને હાથ-પગ અને શરીરના ભાગે ઇજા પહોંચી હતી.
આ ઘટનાના પગલે જામનગર અને ધ્રોલ ૧૦૮ની ટીમોએ ઘટનાસ્થળે દોડી જઇ ઘાયલોને જામનગર ખસેડાયા હતાં. આ બનાવના પગલે સીટી-બી ડિવીઝન પોલીસ દફતરના સ્ટાફે જી.જી. હોસ્પિટલ દોડી જઇ ઘાયલોની સારવાર કરાવી આગળની તજવીજ હાથ ધરી હતી.