તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંજારમાં કન્ટેઇનર બજારના વેપારીઓને મળશે પાકી દુકાનો

અંજારમાં કન્ટેઇનર બજારના વેપારીઓને મળશે પાકી દુકાનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાં ૨૦૦૧ના ભૂકંપના ૧૩ વર્ષ બાદ હવે કન્ટેઇનર બજાર સંપૂર્ણ બંધ થશે. ૭૦ જેટલા સાચા ભાડૂઆતને નગરપાલિકા પાકી દુકાનો વીરભગતસિંહ રોડ ખાતે બનાવી સોંપણી કરશે તેવી જાહેરાત આજે ભાડૂઆતો સાથે મળેલી બેઠકમાં પાલિકાએ કરી હતી.
અંજાર નગરપાલિકા, આડા, અંજાર ચેમ્બર્સ ઓફ કોમર્સની ગઇકાલે મળેલી ભાડૂઆતો સાથેની બેઠકમાં એકમતી સધાઇ જતાં વેપારીઓને પાકી દુકાનો મળશે, તો કન્ટેઇનરો ઉપડી જવાથી ગ્રાઉન્ડ પણ ખાલી થશે. મળેલી બેઠકમાં આડાના ચેરમેન ભરતભાઇ શાહે જણાવ્યું હતું કે, ભાડૂઆતોના વેપાર-ધંધા-રોજગારને ફરીથી અગાઉની જેમ ઊભા કરવા સરકાર જોડે ચર્ચા કરાઇ હતી, જેના પગલે કોમ્પ્લેકસ બનાવાશે, તે દિશામાં ટૂંક સમયમાં અમલીકરણ થશે. શાસક પક્ષના નેતા રાજુભાઇ કોડરાણી, ચેમ્બર્સ ઓફ કોમર્સના માનદ્ મંત્રી વસંતભાઇ કોડરાણીએ કહ્યું હતું કે, વેપારીઓને પાકી દુકાનો મળવાથી તેઓ આરામથી વેપાર-ધંધા કરી શકશે. અંજાર વિભાગના ધારાસભ્ય વાસણભાઇ આહિર દ્વારા આડા, નગરપાલિકા, અંજાર ચેમ્બર્સ ઓફ કોમર્સની રજૂઆતો બાદ શોપિંગ સેન્ટર બનાવવા રાજ્ય સરકારમાં રજૂઆત કરાઇ હતી. નગરસેવક ડેની શાહે કન્ટેઇનર બજાર ઉપડી જવાથી રમત-ગમત ક્ષેત્રે આ મેદાન ઉપયોગી બનશે, તો નવું શોપિંગ સેન્ટર ન બને ત્યાં સુધી કન્ટેઇનર બજારમાં વેપાર-ધંધો ન કરનારાઓના કન્ટેઇનરો સીલ કરાશે તેવું જણાવ્યું હતું. નગરપતિ સામજીભાઇ સિંધવે વેપારના વિકાસ માટે ખાતરી આપી હતી.