તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આણંદના શિક્ષકોનો બદલી કેમ્પ યોજાશે

આણંદના શિક્ષકોનો બદલી કેમ્પ યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
આણંદ જિલ્લામાં આવેલ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ૬ થી ૧૯મી જુલાઇ દરમિયાન બદલી કેમ્પ યોજાનાર છે. કેમ્પમાં આંતરિીક અરસ-પરસ, તાલુકા ફેરબદલ, જિલ્લા ફેર બદલી ઇચ્છતાં શિક્ષકો ભાગ લેશે.
આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના જણાવ્યા અનુસાર ૬ જુલાઇ જિલ્લા આંતરિક અરસ-પરસ બદલી કેમ્પ ૯ વાગ્યે નાવલી કન્યાશાળા ખાતે યોજાશે. માગણીની આંતરિક બદલીઓમાં ૮મી જુલાઇએ સવારના ૯ વાગ્યે આણંદ તાલુકાનો અને બપોરના ૧૨ વાગ્યે ઉમરેઠ તાલુકાનો કેમ્પ વાસદ કુમારશાળા ખાતે યોજાશે. ૯મી જુલાઇએ સવારના ૯ વાગ્યે બોરસદ તાલુકાનો અને બપોરના ૧૨ વાગ્યે આંકલાવ તાલુકાનો કેમ્પ આર.બી.પટેલ હાઇસ્કૂલ કાવીઠા ખાતે રાખવામાં આવ્યો છે. ૧૧મી જુલાઇએ સવારના ૯ વાગ્યે પેટલાદ તાલુકાનો અને ૧૨ વાગ્યે સોજિત્રા તાલુકાનો કેમ્પ સુણાવ પીટીસી કોલેજ ખાતે યોજાશે. ૧૨મી જુલાઇએ સવારના ૯ વાગ્યે ખંભાત તાલુકાનો અને ૧૨ વાગ્યે તારાપુર તાલુકાનો કેમ્પ મેતપુર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જનરલ બદલી કેમ્પ ૧૬મી જુલાઇને સવારના ૯ વાગ્યે નાવલી કન્યાશાળા ખાતે તેમજ જિલ્લાભેર અરસ-પરસ બદલી કેમ્પ ૧૭મી જુલાઇ અને જિલ્લાફેર એકતરફી બદલી કેમ્પ ૧૯મી જુલાઇએ સવારના ૯ વાગ્યે નાપાડ તળપદ કુમારશાળા ખાતે રાખવામાં આવ્યો છે.