તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાડોલામાં નાણાં માટે બે ભાઇના પરિવાર બાખડ્યાં

વાડોલામાં નાણાં માટે બે ભાઇના પરિવાર બાખડ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
ખંભાતના વાડોલા ખાતે છોકરાના નોટબૂક અને ચોપડીઓના નાણાં માંગવાની બાબતે બે ભાઇના પરિવાર વચ્ચે બુધવારે સવારે દંગલ થયું હતું.
વાડોલામાં રહેતા ડાહ્યાભાઇ રમણભાઇ સોલંકીએ બુધવારે સવારે પોતાના મોટાભાઇ પરસોત્તમભાઇ સોલંકી પાસે દીકરાની ચોપડીઓ અને નોટબૂક લાવવા માટે નાણાં માંગતા ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને ભાઇના પરિવાર હથિયારો સાથે આમને સામને આવી એકબીજા ઉપર તુટી પડ્યાં હતાં. જેમાં પરસોત્તમભાઇ અને તેમના પરિવારે ડાહ્યાભાઇ અને તેમના પરિવારને લાકડીઓથી માર મારી તેમજ છુટા ઢેખાળા મારી ઇજા પહોંચાડી હતી. સામાપક્ષે ડાહ્યાભાઇ અને તેમના પરિવારે પણ વળતો હુમલો કરી લાકડીઓથી માર મારી છુટા ઢેખાળા મારી ઇજા પહોંચાડી હતી. ખંભાત રૂરલ પોલીસે બંને ભાઇની સામસામે ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.