તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હિંમતનગરમાં હાથમતી પુલ પર અકસ્માતમાં બાઇકચાલકનું મોત

હિંમતનગરમાં હાથમતી પુલ પર અકસ્માતમાં બાઇકચાલકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિઁમતનગર : હિઁમતનગરના હાથમતી નદી પરનાબ્રજિ પર શુક્રવારે બપોરે અજાણ્યા વાહન અને બાઇક સવાર વચ્ચે અકસ્માત થતાં બાઇકચાલકને ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. ખેડાવાડા ગામના મનોજભાઇ સુરેશભાઇ સોલંકી શુક્રવારે બપોરે બાઇક નંબર જીજે.૧.એન.જે.૧૬૫૯ પર મહેતાપુરાથી હિઁમતનગર આવી રહ્યા હતા. દરમિયાન હાથમતી નદીના બ્રજિ પર અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા મનોજભાઇ રોડ પર પટકાતા તેમને ઇજા થઇ હતી. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં મનોજભાઇનું મોત નપિજયુ હતું.
ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં મોતને ભેટેલા મનોજભાઇના બે માસ અગાઉ જ લગ્ન થયા હતા અને તેઓ મહેતાપુરા વિસ્તારમાં મોબાઇલ નામની દુકાન ધરાવતા હતા.આ અંગે પ્રકાશભાઇએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાલપુર નજીક ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં વધુ એકનું મોત
હિઁમતનગર : લાલપુર ગામ નજીક બુધવારે ટ્રક અને મારૂતિ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ વ્યકિતના મોત થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આગીયોલ ગામના જકશીલ જયદીપકુમાર જોષી (ઉ.વ.૫) નું અમદાવાદ સિવિલમાં બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત નપિજયુ હતું. જે અંગે હિઁમતનગર ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
મૃતક માતા- પુત્રને ડુઘરવાડાના ગ્રામજનોએ શોકાંજલિ અર્પી
મોડાસા& ડુઘરવાડા ગામે યજમાનવૃત્તિ કરી પરિવારજનું ગુજરાન ચલાવતા બળદેવપ્રસાદ પંડ્યાના નાના પુત્ર રજનીકાન્તનો લાડકવાયો કુંજ અને કુંજની માતા મીનાબેનના માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નપિજતાં સમગ્ર ડુઘરવાડા પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. વિસનગરના ગોઠવા ગામે પોતાના પિયરમાં ભાઈની ખબર કાઢવા ગયેલા ડુઘરવાડા ગામના મીનાબેન તેમના પુત્ર કુંજ સાથે તેમના જ બનેવીની મારૂતિવાન ગાડીમાં બેસી પરત હિઁમતનગર આવી રહ્યા હતા. ત્યારે માત્ર હિઁમતનગરથી સાત કિમી દુર લાલપુર પાટિયા ગમખ્વાર અકસ્માતમાં કાળે મા-દીકરાને ભરખી લેતાં ગામમાં હોકની લાગણી છવાઈ ગઈ હતી.કુંજ અને તેની મમ્મી મીનાબેનને યાદ કરી સમગ્ર પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે. ડુઘરવાડાના ગ્રામજનોએ માતા-પુત્રને ભાવપૂર્વક શોકાંજલિ અર્પી રહ્યા છે.
ઇડરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ
ઈડર & અષાઢી બીજ નિમિત્તે તા.૧૦ મી જુલાઇએ નગર ઉત્સવ સમિતિ દ્વારા કાઢવામાં આવનાર ૧૫ મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેના ભાગરૂપે રથની સાફસફાઇ અને સમારકામ ચાલી રહ્યુ છે. ઇડરમાં નીકળનારી ભગવાન જગન્નાથજી શહેરમાં ભકતોને દર્શન આપવા નીકળશે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે વિવિધ ઠેકાણે બેનરો અને તોરણથી શણગાર કરવાની કામગીરી શરૂ કરાઇ હોવાનું પ્રમુખ મોહનભાઇ ભોઇ અને પ્રદીપભાઇ ખરાડીએ જણાવ્યુ છે. તસ્વીર : પ્રકાશ ગઢવી
લાટીવાળા પીટીસી કોલેજે ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું
મોડાસા& એમ.કે.શાહ લાટીવાળા અધ્યાપન મહાવિધ્યાલયનું બીજા વર્ષનું પરિણામ ૧૦૦ ટકા પ્રાપ્ત થયું હતું. કોલેજના પ્રિન્સીપાલ ડા¸.સંતોષ દેવકરના જણાવ્યા મુજબ કોલેજની તાલીમાર્થી રોશની જોષીએ ૮૭ ટકા મેળવી જિલ્લાની તમામ કોલેજોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કોલેજ મંડળના પ્રમુખ ડા¸.અરૂણભાઈ શાહ, મંત્રી અરવિંદભાઈ મોદી સહિત કોલેજ પરિવારે કોલેજનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને મોડાસામાં બેઠક
મોડાસા& જિલ્લાના પ્રભારી સચિવ અને રાજ્યના ટેકનીકલ એજયુકેશન વિભાગના કમશિ્નર જયંતિ એચ.રવિએ શુક્રવારે મોડાસાની મુલાકાત લઈ જિલ્લા અધિકારીઓની બેઠક યોજી હતી.આ બેઠકમાં કલેકટર બંછાનીધી પાની,ડીડઓ નાગરાજન, પ્રાંત અધિકારી એચ.એમ.જાડેજા, મામલતદાર વિશાલ સકસેના અને એચ.ડી.આઈ. પ્રોજેકટના કો.ઓડિeનેટર ડા¸.અજય પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.શામળાજી કોલેજના પ્રિન્સીપાલ ડા¸. અજય પટેલે જણાવ્યું હતું કે એશીયામાં સૌ પહેલો હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષનો પાયલોટ પ્રોજેકટ ગુજરાતના શામળાજી ખાતે છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. જેમાં પ્રથમવાર મોબાઈલ દ્વારા સર્વે હાથ ધરી આ પંથકના પ્રથમ રાઉન્ડમાં ૧૩ અને બીજા રાઉન્ડમાં ૨૬ ગામડાઓ મળી કુલ ૩૯ ગામડાઓમાં સર્વે કામગીરી પુરી કરવામાં આવી છે. જિલ્લાના અંદાજે ૧૩૪૨ ગામડાઓમાં ટૂંકાગાળામાં આ પાઈલોટ પ્રોજેકટ હેઠળ સર્વે હાથ ધરાશે.