તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સામૂહિક અકસ્માત વીમાના નિયમોમાં ફેરફાર કરવા જરૂરી

સામૂહિક અકસ્માત વીમાના નિયમોમાં ફેરફાર કરવા જરૂરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારે વિવિધ સમુદાયના લોકો માટે અમલી બનાવેલી ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા પોલિસીના કેટલાક નિયમોમાં ફેરફાર કરવા નાણામંત્રી સમક્ષ રજૂઆત કરાઇ છે. આ વિમા યોજનામાં અકસ્માત વીમાના વળતરની અરજી સંબંધિત કચેરીને રૂબરૂમાં રજૂ કરવાનો નિયમ છે, આકિસ્મક મૃત્યુ વખતે પરિવારમાં શોક છવાયેલો હોય છે. અકસ્માતમાં ઇજા થઇ હોય તેવા અરજદારને ૯૦ દિવસમાં કલેઇમ કરવાની જોગવાઇ છે. કેસની રજૂઆત અરજદાર કે લાભાર્થી દ્વારા કરાય તેવી જોગવાઇ છે, પણ પ્રજાના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓના કેસમાં રજૂઆત અન્ય વ્યક્તિઓ દ્વારા કરવાના અધિકાર હોવા અંગે પણ સુધારો કરાય તેવી માંગ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઇ છાંગાએ કરી છે.