• Gujarati News
  • પશ્ચિમ કચ્છના ત્રણ ગામમાં ગાૈચર પર થયેલાં દબાણ દૂર કરો

પશ્ચિમ કચ્છના ત્રણ ગામમાં ગાૈચર પર થયેલાં દબાણ દૂર કરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા, લખપત અને નખત્રાણાના ત્રભિેટે આવેલાં ભાડરા, ઉિસ્તયા અને બાંડિયારા ગામની હજારો એકર ગાૈચર જમીન પર માથાભારે શખ્સો દ્વારા કરાયેલાં દબાણો દૂર કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરાઇ છે. ગામના કેટલાક માથાભારે અને રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા ગત બે વર્ષથી ગેરકાયદે દબાણ કરવાની પ્રવૃત્તિ ચલાવાઇ રહે છે. આ અંગે વારંવાર મામલતદારથી માંડી કલેકટર અને ધારાસભ્ય સમક્ષ પણ રજૂઆત કરાઇ છે તેમ છતાં ભૂમાફિયાઓ પર રોક લગાવાતી નથી. ગાૈચર જમીન બાબતે અગાઉ મોટો ઝઘડો થતાં રાયોટિંગ સહિતના ગુના દાખલ કરાયા છે, ત્યારે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જમીનોને દબાણમુકત કરાય તેવી માંગ કચ્છ વિકાસ સેના અબડાસા તાલુકાના પ્રમુખ નારાણ માધવજી ભાનુશાલીએ કરી છે.