તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાગડની પાંજરાપોળે કસાઇખાને પાડા વેચી માયૉનો ભાંડો ફૂટયો

વાગડની પાંજરાપોળે કસાઇખાને પાડા વેચી માયૉનો ભાંડો ફૂટયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગડની એક મોટી પાંજરાપોળ કે જેમાં જીવદયાના નામ પર દાતાઓ લાખો રૂપિયા દાન આપે છે, પરંતુ આજે પાંજરાપોળ દ્વારા અહીંના જીવોને ખાટકીઓને વેચવાનું બહાર આવતાં અહીં ચાલતા વહીવટનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ખબર પડતાં જ પરિષદ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સુધી પહોંચવાની તૈયારીમાં હતી, પણ ટ્રસ્ટીઓએ માફી માગી લેતાં મામલો બહાર પડયો ન હતો.
વાગડની જાણીતી પાંજરાપોળમાં હજારો ચોપગાં જીવ રહે છે. અહીંના લોકો તેઓને વિશ્વાસે મૂકીને અહીં મૂકી જાય છે, જેમાં ભેંસના પાડા, વાછરડા તેમજ અપંગ ગાયો-ભેંસોનો પણ સમાવેશ થાય છે.
આ પશુઓને નભિાવવા તથા ઘાસચારા માટે વાગડના અને મુંબઇવાસી ઘણા શ્રેિષ્ઠઓ ખૂબ મોટી રકમના દાન આપતા હોય છે, પરંતુ હાલે પાંજરાપોળ દ્વારા જ ૨૫ જેટલા પાડાને અંજારના કસાઇને વહેંચી નાખવામાં આવ્યા હોવાની વાત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને થઇ જતાં પાડાઓને કનયાબૈ ગામ પાસે રોકવામાં આવ્યા હતા અને પરત આ જ પાંજરાપોળમાં મૂકી દીધા હતા.
પરિષદ દ્વારા આ પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાતાં મુંબઇ બેઠેલા ટ્રસ્ટીએ માફી માગી હતી, પરંતુ પરિષદના કાર્યકર્તાએ લેખિતમાં અને બીજી વખત આવી ભૂલ ન થાય તેની ખાતરી સાથે સંતો, મુનિઓ પાસે જઇને માફી માગવા કહેતા આ ટ્રસ્ટીઓ દ્વારા હજુ સુધી લેખિતમાં માફી ન મગાતાં હવે ગમે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને જવાબદારો સામે પોલીસમાં
ફરિયાદ કરાશે.