તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભુજિયા વિસ્તારને નાઇટ વ્યૂ પોઇન્ટ રીતે વિકસાવાશ

ભુજિયા વિસ્તારને નાઇટ વ્યૂ પોઇન્ટ રીતે વિકસાવાશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યકક્ષાના સ્વાતંત્રય દિનની ઉજવણી માટે જિલ્લાનું વહીવટીતંત્ર વિશિષ્ટ આયોજન કરી રહ્યું છે, ત્યારે ભુજની શાનમાં વધારો કરવા વધુ એક આયોજન ભાડા દ્વારા કરાયું છે, જેમાં એન્કર સર્કલથી આત્મારામ સર્કલ સુધીના વિસ્તારમાં ભુજવાસીઓ રાત્રે ફરવા જઇ શકે તેમજ ખાસ કરીને ભુજિયાનો આ વિસ્તાર નાઇટ વ્યૂ પોઇન્ટ વિકશે તે માટે ૧૫ લાખના ખર્ચે આ રસ્તા પર સોલાર લાઇટો મૂકાશે. જિલ્લા કલેકટર હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર, ભુજ શહેરી વિસ્તાર સત્તા મંડળના પ્રમુખ કિરીટ સોમપુરાએ ભાડા દ્વારા ૮૦ જેટલી સોલાર લાઇટ ગોઠવવા મંજૂરી આપી દેતાં આગામી ૧૫મી ઓગષ્ટના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવશે અને આ કાર્ય માટે ટૂંક સમયમાં જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આરટીઓ રિલોકેશન પાસેના એન્કર સર્કલથી આત્મા ચોક સુધી અંદાજે એકાદ કિ.મી.લંબાઇમાં રસ્તાની પરિસ્થિતિ અનુસાર સળંગ અથવા તો ઝીગઝેગ પ્રકારે કુલ ૪૩ સોલાર લાઇટ મૂકવામાં આવશે.
આર.ટી.ઓ. સર્કલ પાસે રાત્રે લાઇટની સગવડ છે, આત્મારામ સર્કલ સુધી જતાં લાઇટની વ્યવસ્થા ન હોવાથી સોલારના સ્વરૂપે રાત્રે ભુજિયા વિસ્તારને પ્રકાશ મળશે અંધકાર દૂર થશે. ભાડાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નગરજનો ફરવા જઇ શકશે અને નાઇટ વ્યૂ પોઇન્ટ રીતે ભુજના દિદાર પણ કરી શકશે.