તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંતે આજે ભુજમાં અટલ મહેલ અદાણીને અર્પણ કરાશે

અંતે આજે ભુજમાં અટલ મહેલ અદાણીને અર્પણ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાં ત્રણેક વર્ષથી ભુજની જનરલ હોસ્પિટલ ગુજરાત અદાણી ઇિન્સ્ટટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (ગેઇમ્સ)ને સોંપવાનો મુદ્ો ચર્ચામાં રહ્યા બાદ અંતે આજે શુક્રવારે તા.૫/૭ના અટલ મહેલને અદાણીના હવાલે
કરી દેવાશે.
ગત મહિને જ જનરલ હોસ્પિટલને આ વ્યાપારિક જૂથને સોંપી દેવા નિર્ણય લેવાયો હતો, પણ કેટલાક મુદ્ે સમાધાન ન થતાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીની કરારનામા પર સહી ન થઇ હોવાને કારણે હસ્તાંતરણની પ્રક્રિયા આટોપી શકાઇ ન હતી તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જોકે, ગુરુવારે બન્ને પક્ષે તમામ મુદ્ે એકમતિ સધાતાં આજે હોસ્પિટલનું વિધિવત્ રીતે હસ્તાંતરણ કરાશે.
દરમિયાન સૂત્રોમાંથી મળેલી વગિત પ્રમાણે ભુજમાં કલેકટર સમક્ષ સિવિલ સર્જન ડો. જિજ્ઞાબેન દવે અને મેડિકલ કોલેજના ડિન જી.વી. કેસરી કરારનામાની આપ-લે કરશે, જ્યારે ગાંધીનગરમાં અદાણીના મેડિકલ ડાયરેકટર ડો. બકુલ ધોળકિયા તેમજ આરોગ્ય વિભાગના ડાયરેકટર અવાસિયા આ આૈપચારિકતા પૂર્ણ કરશે.
છેલ્લા કેટલાક સમયથી બહુચચિgત થયેલી હોસ્પિટલની સોંપણીના પ્ર®ને આજે પૂર્ણવિરામ આપ્યા બાદ આવનારા સમયમાં પબિ્લક પ્રાઇવેટ પાર્ટનરશપિના ધોરણે ચાલનારી આ હોસ્પિટલમાં સારવાર અને સુવિધાનું સ્તર સુધરે છે કે નહીં, તે હવે જોવાનું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સોપણી બાદ પણ ૩૦૦ પથારી પર બીપીએલ કાર્ડધારકો, સરકારી કર્મચારીઓ તેમજ એકસ આર્મીને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવા અદાણી જૂથ
બંધાયેલું છે.