• Gujarati News
  • ભીમાસરમાં તલાટીએ સદસ્યના બંધારણીય હક્ક પર તરાપ મારી છે

ભીમાસરમાં તલાટીએ સદસ્યના બંધારણીય હક્ક પર તરાપ મારી છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકાના ભીમાસરમાં મળેલી ગ્રામસભામાં પંચાયતના મહિલા સભ્યે કેટલાક પ્રસ્તાવ રજૂ કર્યા હતા, જેનો અસ્વીકાર કરીને તલાટીએ બંધારણીય હક્કો પર તરાપ મારી છે, તેવી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરાઇ છે.
મહિલા સદસ્ય અનુબેન કે. પારમારે કરેલી રજૂઆત મુજબ આ બેઠકમાં પંચાયતને નિષ્ક્રિય માની કારોબારીને રદ્દ કરવા, વોટર શેડ સમિતિની પુન: રચના કરવા, તલાટી સરકારી કામે બહાર હોય, તે દિવસનું હાજરી રજિસ્ટ્રર બેઠકમાં રજૂ કરવા અને ગ્રામસભાના ઠરાવોની નકલ આપવા સહિતની દરખાસ્ત કરાઇ હતી, પણ તલાટીએ તે ન સ્વીકારીને બંધારણીય હક્ક પર તરાપ મારી છે, જેના માટે યોગ્ય પગલાં
ભરવા તેમણે માંગ કરી છે.