• Gujarati News
  • પોલીસ હાય હાય, હપ્તા બંધ કરો : ભચાઉમાં કોંગ્રેસે કર્યા સૂત્રોચ્ચાર

પોલીસ હાય હાય, હપ્તા બંધ કરો : ભચાઉમાં કોંગ્રેસે કર્યા સૂત્રોચ્ચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં કાળો કેર વર્તાવનારા લઠ્ઠાકાંડને કારણે લોકો ટપોટપ મરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે અહીં પોલીસ હાય-હાયના સૂત્રોચ્ચાર કરી નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું, લઠ્ઠાકાંડ સર્જાવા પાછળ ભ્રષ્ટ પોલીસ જવાબદાર હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.
ભચાઉ શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો ગુરુવારે આવેદનપત્ર આપવા માટે એકઠા થયા હતા. વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ,અહીં માગો ત્યાં અને ત્યારે દારૂ મળે છે, એની પાછળ પોલીસ તંત્રમાં પેસી ગયેલો ભ્રષ્ટાચાર જવાબદાર છે અને એના લીધે જ આ કાંડ સર્જાયો છે. જે લોકોના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો એમની સામે કડક હાથે કામ લઈને પાસા હેઠળ કાર્યવાહી કરવાની માગણી ઉઠાવવામાં આવી હતી.
આવેદનપત્ર આપતી વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન હરીશ જાડેજા, કરસનભાઈ વરચંદ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રભુભાઈ ઠક્કર, ગણેશાભાઈ, અશોકસિંહ ઝાલા, ભરત ઠક્કર, બટુકસિંહ જાડેજા તથા પક્ષના આગેવાનો જોડાયા હતા.
મૃત્યુઆંક છુપાવાઈ રહ્યો છે : કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી આદમ ચાકીએ જણાવ્યું કે, સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. મુખ્યમંત્રીની કચ્છની મુલાકાત પહેલાં જ લઠ્ઠાકાંડે પોલ ખોલી નાખી છે. આ પ્રકરણની વિજિલન્સ મારફતે તપાસ થવી જોઇએ. લઠ્ઠાકાંડમાં તંત્ર મૃત્યઆંક છુપાવતું હોવાનો અગ્રણીએ આક્ષેપ કર્યો હતો.