તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ...ને હવે ભુજમાં શરાબ પીધા બાદ એકની હાલત ગંભીર બની

...ને હવે ભુજમાં શરાબ પીધા બાદ એકની હાલત ગંભીર બની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના ભીડનાકા પાસે અને જૂના રેલવે સ્ટેશન, સરવા મંડપ વિસ્તારોમાં દેશી દારૂનો વેપલો પૂરજોશમાં ચાલે છે, એવા સમયે અહીં દારૂ પીધા બાદ એક યુવાનની હાલત ગંભીર બનતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના ભીડનાકા પાસે રહેતા એક યુવાને ચિક્કાર દારૂ પીધો હતો, દારૂના નશામાં જ રસ્તા પાસે ઢળી પડ્યો હતો. બપોરે એક વાગ્યાથી છેક સાંજના આઠ વાગ્યા સુધી તે ભાનમાં ન આવતાં માનવજયોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે ભુજ સિટી પોલીસને જાણ કરી હતી અને ૧૦૮ મારફતે તેને સારવાર માટે ખસેડવા માટે પ્રબંધ કરાવ્યો હતો. યુવાનને બેભાન હાલતમાં જ સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભુજના સરપટ નાકા, ભીડનાકા પાસે તેમજ જૂના રેલવે સ્ટેશન, સરવા મંડપ વિસ્તારમાં દેશી દારૂનું કાયદાની કોઇ બીક વિના વેચાણ થઈ રહ્યું છે. જોકે, બૂટલેગરોના પોલીસ પર પાંચ હાથ હોવાથી કોઇ કડક કાર્યવાહી થતી નથી.