તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દેશી દારૂએ સર્જી દીધો અનેક પરિવારોમાં માતમ

દેશી દારૂએ સર્જી દીધો અનેક પરિવારોમાં માતમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં લઠ્ઠાકાંડમાં જવાબદાર બૂટલેગરો સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઇએ અને મૃત્યુ પામેલાના સ્વજનોને મદદ કરવી જોઇએ એવી અહીંના અગ્રણીઓએ માગણી ઉઠાવી છે.
ગોઝારા કાંડમાં રબારી સમાજના ચાર લોકો ભોગ બન્યા છે, જેમાંથી એકે જીવ ગુમાવ્યો છે. આ સમાજના આગેવાન ગાગાભાઈ કરસનભાઈ રબારીએ જણાવ્યું કે, હતભાગી સૂજાભાઈ રબારી છકડો ચલાવીને પરિવારનું પેટ ભરતા હતા. તેમના અવસાનથી ત્રણ નાની વયના સંતાન નોંધારાં બની ગયાં છે. સૂજાભાઈની દારૂની લતના કારણે કુટુંબીજનો આમેય દારૂણ હાલતમાં દિવસો કાઢતા હતા, હવે તેમના પરિવારનું ગુજરાન કેમ ચાલશે એવો સવાલ પણ સતાવી રહ્યો છે. સરકાર તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલી પણ મદદ મળે એ જરૂરી છે. વળી, આ પ્રકરણમાં જવાબદારો સામે કડક કાર્યવાહી પણ કરવી જરૂરી બની છે.
વળી, અહીંના મદીનાનગરના હતભાગી યુવાન મહેબૂબ પિંજારાના પરિવારની સ્થિતિ પણ દયનીય બની ગઈ છે. તે પોતે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના ઇન્તેકાલથી ફેમિલી ઓર કંગાલ બની ગયું છે. અહીંના મુસ્લિમ સમાજના આગેવાન જુસબ ભટ્ટીએ જણાવ્યું કે, દારૂ પીવો એ ખરાબ ટેવ જરૂર છે, પણ એનાથી મોત થવાની ઘટના જરૂર ગંભીર બાબત છે. હતભાગીના ઘરના સભ્યોને થોડી સહાય જરૂરી બની છે. વળી કેટલાક જાગૃત નાગરિકોએ એવી પણ લાગણી દર્શાવી કે, કસૂરવારો સામે કાયદો તો કાયદાનું કામ કરવાનો છે, ભોગ બનેલાના સ્વજનોની આંસુ લૂછવા આગળ આવવામાં કંઇ ખોટું નથી.