• Gujarati News
  • નખત્રાણાના અધોછની ગાૈચર પર દબાણની રાવ

નખત્રાણાના અધોછની ગાૈચર પર દબાણની રાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના અધોછની ગામના સીમાડામાં ગાૈચર જમીન ઉપર દબાણ તેમજ ઝાડનો સોથ વાળવામાં આવી રહ્યો હોવાની નખત્રાણા મામલતદાર કચેરીમાં ગ્રામજનો દ્વારા ફરિયાદ કરાઇ હતી.
રબારી ખેંગાર વંકાએ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું કે, ગામમાં મીઠી ઝાડી કાપી સરકારી જમીન ખેડ કરી અને ગાૈચર ઉપર કેટલાક તત્વો દ્વારા દબાણ કરવામાં આવી
રહ્યું છે.
જેથી ઢોરો માટે ચારિયાણનો પ્ર®ન ઊભો થયો છે. કોઇની સેહશરમ વીના આવા તત્વો લીલી ઝાડી કાપી જમીનો હડપ કરી રહ્યા છે અને ગાૈચર જમીન ઉપર પેશકદમી કરી રહ્યા છે, જો તંત્ર કાર્યવાહી નહીં કરે, તો ગાૈચર જમીન નામશેષ થઇ જશે. આ અંગે નખત્રાણા મામલતદારે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.