તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભાજપ અગ્રણીને ભાઇ, ભત્રીજાએ જાહેરમાં ફટકાર્યા

ભાજપ અગ્રણીને ભાઇ, ભત્રીજાએ જાહેરમાં ફટકાર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ અગ્રણી દેવશીભાઇ નાગજીભાઇ ટાઢાણીને મેટોડા જીઆઇડીસીમાં તેના સગાભાઇ,ભત્રીજાએ જાહેરમાં માર મારતા ભારે ચકચાર જાગી છે. ભાગીદારીમાં ચાલતા કારખાનાના હિસાબ મુદ્ે ઝઘડો થતાં હુમલો થયો હતો.પોલીસે ભાજપ અગ્રણીના ભાઇ,ભત્રીજાની ધરપકડ કરી હતી. આ બનાવે રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે.
શહેરના અમીન માર્ગ ઉપર બંસીપાર્કમાં રહેતા ભાજપ અગ્રણી દેવશીભાઇ ટાઢાણી બે દિવસ પહેલાં મેટોડા જીઆઇડીસીમાં રેમ્બો ઇન્ડસ્ટ્રીઝ પાસે હતા ત્યારે સગા ભાઇ ભીમજી ટાઢાણી ( રહે. શિલ્પન,સત્ય સાઇ હોસ્પિટલ પાસે)અને ભત્રીજા દિનેશ ગોપાલભાઇ ટાઢાણી (રહે.માહી પાર્ક,નિર્મલા રોડ) એ તેમની ઉપર હુમલો કર્યો હતો. ભાજપ અગ્રણીને જાહેરમાં ભાઇ-ભત્રીજાએ માર મારતા લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. મારામારી ચાલુ હતી એ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા લોધિકાના ફોજદાર બી.ટી.વાિઢયાએ ભાજપ અગ્રણી સહિત ત્રણેયને અટકાયતમાં લઇ લીધા હતા. પોલીસ મથકે લઇ જવાયા બાદ ભાજપ અગ્રણીની ફરિયાદ ઉપરથી તેના ભાઇ ભીમજીભાઇ નાગજીભાઇ અને ભત્રીજા દિનેશ ગોપાલભાઇની ધરપકડ કરવામાં આવી હતી. ભાઇ-ભત્રીજા સાથે ભાગીદારમાં કારખાનું ધરાવતા ભાજપ અગ્રણી દેવશીભાઇને હિસાબ મામલે ડખો થયો હતો. એ બાબતનું વેર રાખીને હુમલો થયાનું જણાવ્યું હતું.