તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાપરમાં શાકમાર્કેટના સ્થળ અંગે ફેર વિચારણા કરો

રાપરમાં શાકમાર્કેટના સ્થળ અંગે ફેર વિચારણા કરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરમાં લોકાર્પિત થનારી શાકમાર્કેટ જે જગ્યાએ બનાવાઇ છે, તે જગ્યાએ અનેક ચડચણો ઊભી થવાની સંભાવનાએ તેના સ્થળ ફેર અંગે વિચારણા કરવા માંગ કરાઇ છે.
આ બાબતે તાલુકાના ફ્રૂટ અને શાકભાજી એસોસિયેશને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે, સુધરાઇ નિર્મિત શાકબજાર પાસેથી ૧૦૮ એમ્બ્યુલન્સ કે રાજ્યના મંત્રીઓની ગાડીઓને અવર-જવરમાં મુશ્કેલી પડશે. આ ઉપરાંત બજારની નજીક જ સરકારી હાઇસ્કૂલ હોતાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચે તેવી સંભાવના છે.
ગામથી દૂર બનાવાયેલી શાકમાર્કેટમાં આવનારા લોકો પોતાના વાહનો પાર્કિંગ કરશે, ત્યારે મોટી ટ્રાફિક સમસ્યા પણ સર્જાઇ શકે છે. આ સંજોગોમાં પશુ દવાખાનું જ્યારે નગરપાલિકાને સોંપાય, ત્યારે તેમાં શાકમાર્કેટ બનાવાય, તો તમામ વેપારી અને ગ્રાહકોને અનુકૂળ રહેશે તેવી માંગ નાગજી માલી, પરસોત્તમ માધવજી, કરસન વાઘરી સહિતના ૧૫૦ જેટલા વેપારીએ
કરી છે.