તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંડવીમાં ત્રણ હજાર છાત્રને દાતાઓના સહયોગથી બેગ અપાશે

માંડવીમાં ત્રણ હજાર છાત્રને દાતાઓના સહયોગથી બેગ અપાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ચે. ટ્રસ્ટ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉપયોગી ત્રણ હજાર સ્કૂલબેગ ધો.૧૦, ૧૧, ૧૨ના છાત્રોને દાતાઓના સહયોગથી વિતરીત કરાશે. માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી, પારસ શાહ, નરેન્દ્ર સુરુ, ચંદ્રસેન કોટક, જયંતી શાહ, વસંત દોશી, અરવિંદ ગાલા સહિતના ટ્રસ્ટીઓની પહેલના પગલે સાડા ચાર લાખની રકમમાંથી ત્રણ હજાર જેટલા છાત્રને સ્કૂલબેગ અપાશે. આચાર્ય પી.પી.સ્વામી, શશિકાંત મોરબિયા, પ્રેમચંદ મહેતા, શેમારૂ એન્ટરટેઇન્મેન્ટ, રવિભાઇ સંગોઇ, જયંત છેડા, કેશવ સંઘવી, વસંત ખંડોલ, કિશોર જોષી, પુનીત સોની, મનસુખ સોની, પ્રવીણ શાહ, હસ્તાબેન સોની, ચંદુલાલ ભાનુશાલી, હિરાલાલ મહેતા સહિતના દેશ-વિદેશમાં વસતા દાતાઓએ પોતાના વતન કચ્છના વિદ્યાર્થીઓ પાછળ દાનની સરવાણી વહેવડાવી હતી.