તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મુન્દ્રાના શાસ્ત્રી મેદાનના બાંકડા અને લાઇટો કયારે દુરસ્ત થશે ?

મુન્દ્રાના શાસ્ત્રી મેદાનના બાંકડા અને લાઇટો કયારે દુરસ્ત થશે ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રામાં હરવા-ફરવાના એકમાત્ર સ્થળ સમા શાસ્ત્રી મેદાનમાં બેસવાના બાંકડા દુરસ્ત કરી અને સતત બંધ રહેતી લાઇટો ચાલુ કરવા ગ્રામપંચાયત સમક્ષ માંગ કરાઇ છે.
પંચાયતના સભ્ય શિવજી ઝાલાએ પંચાયતને કરેલી લેખિત રજૂઆતમાં મેદાન મધ્યે સાંજના સમયે ફરવા આવતા વયોવૃદ્ધોને બેસવા માટે બાંધવામાં આવેલા બાંકડા ક્યાંય દેખાતા ન હોવાની બાબતનો ઉલ્લેખ કરાયો છે. તદુપરાંત ગ્રાઉન્ડ મધ્યેની હેલોજન લાઇટો અવિરત્ બંધ રહેતી હોવાથી અસહ્ય ઉકળાટમાં ફરવા આવતા સિનિયર સિટીઝનો અને નગરજનો અસુવિધા અનુભવતા હોવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે.
વિશેષમાં અંધારાંની પરિસ્થિતિમાં કોઇ અઘટીત ઘટના ન બને તેની ભીતિ સેવાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાસ્ત્રી મેદાન પંચાયતની માલિકીમાં આવતું હોઇ ઓટલા તોડી પાડવાના હેતુ સામે સવાલ ઉઠાવી તે અંગે પંચાયતની સામાન્ય સભામાં કોઇપણ ઠરાવ કરાયો હોય, તો તે અંગે માહિતી માગવામાં આવી છે. હવે, નગરજનો ટૂંક સમયમાં મેદાન ફરી યથાવત્ ફરવાલાયક બને તેવી અપેક્ષા સેવી રહ્યા છે.