તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંડવીમાં કોપીરાઇટની ફરિયાદ સામે કોર્ટનો મનાઇહુકમ

માંડવીમાં કોપીરાઇટની ફરિયાદ સામે કોર્ટનો મનાઇહુકમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં નાનાલાલ માર્ગ પર રગિલ ગિફ્ટ શોપ પર મલ્ટીનેશનલ કંપનીના અધિકારી અને પોલીસે દરોડો પાડીને કોસ્મેટિક ક્રીમ, શેમ્પુ બનાવટી હોવા અંગે કોપીરાઇટ ભંગ બદલ કેસ કરી એક લાખનો માલ જપ્ત કરાયો હતો. શોપના માલિક ઉમેશ ભરત, જગદીશ દયારામ ઠક્કર સામે ગુનો નોંધાયો હતો. દરોડો કંપનીની બોગસ ટુકડીએ પાડીને ખોટી ફરિયાદ કરી હોવા અંગે હાઇકોર્ટ સમક્ષ ક્રીમિનલ એપિ્લકેશન દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ બોગસ થયાનું સપાટી પર આવ્યું હતું. એપ્રિલમાં આ કેસની ચાર્જશીટ દાખલ થઈ હતી. ફરિયાદીએ કોટમાં ધા નાખતાં હાઇકોર્ટે દરોડાની સૂચિત ફરિયાદ સામેહુકમ કર્યો હતો. કાર્યવાહી સામે હાઇકોર્ટમાં ઓગસ્ટની તારીખ મુકર્રર કરાઇ હતી. એડવોકેટ ભાવેશ માંકડ હાજર રહ્યા હતા.