તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઓસ્લો સર્કલનું સગિ્નલ એક સપ્તાહથી બંધ

ઓસ્લો સર્કલનું સગિ્નલ એક સપ્તાહથી બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના મુખ્ય ગણાતા એવા ઓસ્લો સર્કલે લગાવેલાં ટ્રાફિક સગિ્નલના મધરબોર્ડમાં ખામી સર્જાતાં છેલ્લા સપ્તાહથી આ સગિ્નલ બંધ હાલતમાં છે. આશ્ર્વર્યની વાત તો એ છે કે, ટ્રાફિક પોલીસ પોતાની ફરજ પર હાજર રહે છે, પરંતુ સગિ્નલ બંધ હોવાથી ટ્રાફિક નિયમન કરાવતી નથી.
ટાગોર રોડ પર આવેલાં ઓસ્લો સર્કલ પરથી દરરોજ હજારો વાહન પસાર થતાં હોવાથી અકસ્માતના બનાવોને ટાળવા પોલીસે શહેરની સામાજિક સંસ્થાઓના સહયોગથી દોઢ વર્ષ પૂર્વે ઓસ્લો ઉપરાંત જુની કોર્ટ અને સુંદરપુરી પાસે લાખોના ખર્ચે ટ્રાફિક સગિ્નલ ઊભાં કર્યા હતાં. ટ્રાફિક સગિ્નલો નખાઇ ગયાં બાદ તેની જાળવણીની જવાબદારી પોલીસના શિરે છે, પરંતુ પોલીસ વિભાગે સગિ્નલોની જાળવણી પ્રત્યે સાવ ઉદાસીન વલણ જ દાખવ્યું છે, જેથી સમયાંતરે સગિ્નલો બંધ થઇ જવાની સમસ્યા સર્જાઇ છે, ત્યારે સપ્તાહથી ફરીવાર ટ્રાફિક સગિ્નલ બંધ થઇ ગયું છે. સૂત્રો મધરબોર્ડમાં ફોલ્ટ સર્જાયો હોવાનું જણાવે છે. ફોલ્ટ જે હોય તે, પરંતુ વાત મરંમતની છે. સપ્તાહથી આ સગિ્નલ બંધ હોવા છતાં પોલીસ વિભાગે તેની મરંમત કરાવી નથી.