• Gujarati News
  • એક જ દિવસમાં દારૂના ૨૩ દરોડા

એક જ દિવસમાં દારૂના ૨૩ દરોડા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉના જૂનાવાડા વિસ્તારમાં ચાલતા દેશીદારૂના હાટડાએ દારૂ પીધા બાદ સત્તાવાર રીતે બેનાં મોત નીપજયાં બાદ પૂર્વ કચ્છ પોલીસ બેડો હરકતમાં આવી ગયો છે. પોલીસે એક જ દિવસમાં બેરોકટોક ધમધમતા ૨૩થી વધુ દારૂના દરોડામાં ૧૫થી વધુ વ્યક્તિની ધરપકડ પણ કરી છે.
પૂર્વ કચ્છ આમ તો દેશી અને વિદેશી દારૂનું હબ ગણાય છે. છેલ્લા પાંચ દિવસમાં જ એ ડિવઝિન પોલીસ અને એલસીબીએ મળી ૫૦ લાખથી વધુ ઇંગિ્લશ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.
દુ:ખની બાબત એ છે કે, એસપી તો વારંવાર પ્રોહિબશિનની રેડ કરવા સૂચના આપે છે, પરંતુ જવાબદાર પોલીસ સ્ટેશનના અમલદારો જ નામ પૂરતી કાર્યવાહી કરી પાણીમાં બેસી જતા હોવાથી લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ બને ત્યારે ઉચ્ચ અધિકારીઓને તેનો ભોગ બનવું પડે છે. મંગળવારના ભચાઉના વાડા વિસ્તારમાં કોથળી પીધા બાદ બેનાં મોત તથા ૯થી વધુને ઝેરી અસર થતાં સારવાર હેઠળ રખાયા છે. લઠ્ઠાકાંડને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને પૂર્વ કચ્છ એસપી દિવ્ય મશિ્રએ તાત્કાલિક દેશીદારૂના હાટડાઓ બંધ કરવા દરેક પોલીસમથકના ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટરને સૂચના આપતાંની સાથે જ રેડની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મંગળવાર સાંજથી બુધવાર સાંજ સુધીમાં સંકુલની પોલીસ દ્વારા ૨૩ જેટલા છાપા મારવામાં આવ્યા હતા અને ૧૫થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. સંકુલમાં કયા સ્થળે કેટલો દારૂ વેચાય છે તે ખુદ પોલીસ જાણે છે.
કયા પોલીસ સ્ટેશને ક્યાં - કેટલી કામગીરી કરી
પોલીસમથક કેટલા દરોડા ક્યાં વિસ્તારમાં
એ ડિવઝિન ૭ મહેશ્ર્વરીનગર, જૂનીસુંદરપુરી, સહિતના
ઝૂંપડપટ્ટી વિસ્તાર
બી ડિવઝિન ૬ માત્ર કાર્ગો ઝૂંપડપટ્ટીમાંથી જ
આદપિુર ૫ અંતરજાળ અને રેલવે સ્ટેશન ઝૂંપડાં
કંડલા ૫ સરવા ઝૂંપડાં, જૂના કંડલા વિસ્તાર
૨૩માંથી માત્ર ૩ જ રેડ કોરી રહી
સંકુલની પોલીસ દ્વારા એક જ દિવસમાં પાડેલા ૨૧ જેટલા છાપામાં માત્ર ૩ જ રેડ નીલ થઇ હતી. આ નીલ રેડ એ ડિવઝિન પોલીસ વિસ્તારમાં થઇ હતી. કારણ કે, તાજેતરમાં જ રહીશોએ નવા આવેલા પોલીસ ઇન્સ્પેકટરને દેશીદારૂના હાટડા બંધ કરવા રજૂઆત કરતાં કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે બાકીની રેડમાં ક્યાંક નાનો તો ક્યાંક મોટો જથ્થો પોલીસના હાથે લાગ્યો હતો.
ગાંધીધામ અને કંડલામાં દેશીનું ધૂમ વેચાણ
સત્તાવાર સૂત્રોમાંથી મળતી વગિત મુજબ, પૂર્વ કચ્છમાં ગાંધીધામ અને કંડલામાં દેશીનું સૌથી વધુ વેચાણ થઇ રહ્યું છે. કારણ કે, ઉપરોકત બન્ને જગ્યાએ શ્રમિક વર્ગ મોટી સંખ્યામાં વસે છે. મજૂરીકરી પેટિયું રળતા હોવાથી કોઇ મનોરંજનનું સાધન જ નથી! સતત આર્થિક સંકડામણને કારણે સંઘર્ષવાળી લાઇફથી છુટકારો મેળવવા દેશીદારૂના રવાડે ચડી જાય છે. પાછી માત્ર ૨૦ રૂપિયામાં જ પોટલી મળી રહે છે અને દરરોજ નશો કરી મહામૂલી જિંદગી બરબાદ કરી નાખે છે.
ટાગોર રોડ પર અડધો કિમીમાં જ ચાર હાટડા
આધારભૂત સૂત્રોએ કહ્યું કે, ટાગોર રોડ પર આવેલી ડો. હેમાંગ હોસ્પિટલથી સુંદરપુરી બસ સ્ટેન્ડ એટલે કે, અડધો કિલોમીટરથી પણ ઓછા વિસ્તારમાં એક-બે નહીં, પરંતુ ચાર જેટલા દારૂના અડ્ડાધમધમી રહ્યા છે. મજૂર વર્ગ તો ઠીક, પરંતુ અમુક પોલીસ કર્મચારીઓ પણ ક્યારેક અહીં દેશીદારૂની લહેજત માણવા આવે છે અને વેચનારાને આડકતરી રીતે સાથ આપી રહ્યા છે. આવો વગદાર સાથ હોય પછી બૂટલેગરોને કોની બીક હોય?
...તો ક્યાંક બિયરના ટીન પણ મળ્યાલઠ્ઠાકાંડને પગલે જિલ્લાભરમાં પોલીસે દરોડાનો દોર શરૂ કર્યો છે, ત્યારે દેશીની પોટલીઓની સાથો સાથ ક્યાંક પોલીસને બિયર પણ મળી આવ્યા હતા, જેની પ્રતીતિરૂપ કિસ્સો એવો છે કે, એ ડિવઝિન પોલીસે દેશીદારૂની બાતમીના આધારે સાધુ વાસવાણી સોસાયટીમાં છાપો માર્યો હતો, પણ ત્યાં તો ઉલટી ગંગા વહી હતી. દેશીના બદલે પોલીસને સ્કૂટરની ડિક્કીમાંથી બિયરના ૨૩ ટીન મળી આવ્યાં હતાં. પોલીસે ૨૩૦૦નો મુદ્દામાલ કબજે કરી સ્કૂટરચાલકની શોધખોળ હાથ ધરી છે.