તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભચાઉ વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા સઘન તપાસ કરાઇ

ભચાઉ વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા સઘન તપાસ કરાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં થયેલા લઠ્ઠાકાંડની ગંભીરતા લઇને તંત્ર દ્વારા ઉતારાયેલી આરોગ્ય વિભાગની ટીમોએ ઝુંબેશ ચલાવતાં ચાર લોકોને લઠ્ઠાની અસર જણાઇ આવતાં સારવાર માટે ભુજ અને ગાંધીધામ ખસેડાયા હતા, જ્યારે અન્ય કેટલાકને સ્થાનિકે સારવાર અપાઇ હતી.
બનાવના પગલે સરકારી હોસ્પિટલમાં આવેલા ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્ર્વરીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. દરમિયાન આરોગ્ય વિભાગની ૧૦ જેટલી ટુકડીએ જૂનાવાડા, વાદીનગર, મદીનાનગર જેવા ...અનુસંધાન પાના નં. ૨

વિસ્તારમાં ઘરોઘર ફરીને તપાસ કરી હતી તેમજ એમ્બ્યુલન્સમાં માઇક લગાડીને લોકોને ગભરાવવાનું છોડી જો કોઇ તપાસ કરાવતાં ડરતું હોય તેમને બહાર આવવા અનુરોધ કર્યો હતો, જેના પગલે તપાસ કરાવતાં અસીન માંગીલાલ મારવાડી, સુદામા ગુપ્તા (યુ.પી.), સોમા જેમા વસૈયા (દાહોદ) અને દિનેશ રૂપશી ભંગીને લઠ્ઠાકાંડ બાદ અસર વર્તાઇ હતી. તેમને પ્રથમ સ્થાનિકે સારવાર અપાયા બાદ ભુજ અને ગાંધીધામ રફિર કરાયા હતા, જ્યારે અમૃતભા કલ્યાણભા ગઢવી, ભરત રામજી કોલી, ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, મનજી જેમલ ભીલને સારવાર અપાઇ હતી.કોંગ્રેસ સહિત બે રાજકીય પાર્ટીએ કરી આકરી નિંદા
ભચાઉની ઘટના અને ભુજ નજીક દારૂ બનાવવાનો આથોે પીવાથી ગાયોનાં મોતના બનાવ વિશે કચ્છ જિલ્લા કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટીએ રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ટીકા કરીને દારૂના દૂષણને તાત્કાલિક કડક હાથે ડામી દેવા માગણી કરી છે. ભચાઉમાં કોંગ્રેસ દ્વારા પોલીસની બેદરકારી સામે પગલાં લેવા ગુરુવારે તંત્ર સમક્ષ આવેદનપત્ર ધરવામાં આવશે, જ્યારે ભુજમાં શુક્રવારે જયુબિલી ગ્રાઉન્ડ પાસે એકત્ર થઈને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
એફએસએલ રિપોર્ટમાં મીથેનોલની હાજરી જોવા મળી
ભચાઉમાં પોલીસે જે દારૂ પીવાથી મોત થયાં એના નમૂના મેળવીને એફએસએલનો રિપોર્ટ મેળવ્યો હતો, જેમાં મીથેનોલની હાજરી જોવા મળી હતી, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક હોવાનું માનવામાં આવે છે.
ડરના માયૉ દર્દી છાનેખૂણે સારવાર લઇ રહ્યા છે
આરોગ્યની ટુકડી જ્યારે તપાસ કરી રહી હતી, ત્યારે ખંડેર જેવાં મકાનમાં લઠ્ઠાગ્રસ્ત દર્દીની સારવાર ચાલી રહી હતી, જેમાં એક યુવાનને બાટલો પણ ચડાવાયો હતો, ત્યારે આવા કેટલા લોકોએ છૂપાઇને સારવાર લીધી હશે તેવો સવાલ પેદા થાય છે.