તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માધાપર પાસે વૃદ્ધ ટ્રાન્સપોર્ટરનેે કાળ ભેટÛો

માધાપર પાસે વૃદ્ધ ટ્રાન્સપોર્ટરનેે કાળ ભેટÛો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના માધાપર પાસે માર્ગ અકસ્માતમાં એક વૃદ્ધ ટ્રાન્સપોર્ટરે જીવ ગુમાવતાં અરેરાટી બોલી ગઈ હતી. તેઓ માધાપરના નરનારાયણનગરથી નીકળીને બાઇક હંકારી નળવાળા સર્કલ તરફ તેમની ઓફિસ પર જતા હતા, ત્યારે જ કાળ બનીને એક ટ્રકે તેમને અડફેટે લીધા હતા. સારવાર દરમિયાન તેમણે છેલ્લા શ્ર્વાસ લેતાં પરિવારમાં પણ શોક છવાઈ ગયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, માધાપર પાસે બનેલી દુર્ઘટનામાં ૬૦ વર્ષીય ગોપાલ રવા આહિરે જીવ ગુમાવ્યો હતો. તેઓ માધાપરના નરનારાયણનગરમાં જરૂરી કામ પતાવીને બાઇક હંકારીને તેમની ઓફિસે જવા નીકળ્યા હતા, એ દરમિયાન ટ્રક અડફેટે તેઓ ગંભીર રીતે ઘવાઈ ગયા હતા. સારવાર માટે તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન જ તેમણે દમ તોડી દીધો હતો. ઉમેદપરના રહેવાસી હતભાગી વૃદ્ધને ટ્રાન્સપોર્ટનો વ્યવાસાય છે. તેઓ તેમની ઓફિસ પર જતા હતા, ત્યારે જ બનેલી આ ગોઝારી ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે જાણ થતાં જ પોલીસની ટીમ તપાસ માટે દોડી ગઈ હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયમાં જ ભુજ તાલુકા વિસ્તારમાં માર્ગ અકસ્માતે અનેક લોકોના ભોગ લેવાયા છે. બે દિવસ પહેલાં રસ્તે ઊભેલી ટ્રકની પાછળ અથડાવાથી ભુજના એક યુવાનનું અકાળે મોત થયું હતું.
કચ્છભરમાં સર્જાતા ગોઝારા અકસ્માતો તંત્ર સામે પણ
લાલબત્તી ધરે છે.