• Gujarati News
  • અજાણ્યા વાહનની ઠોકરે બાઇકસવાર દંપતિ ખંડિત

અજાણ્યા વાહનની ઠોકરે બાઇકસવાર દંપતિ ખંડિત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે પખવાડિયા પૂર્વે અજ્ઞાત વાહનની ઠોકરે ઘવાયેલ પટેલ દંપતિ પૈકી પ્રોઢે સારવાર હેઠળ દમ તોડયો છે. જ્યારે મૃતકના પિત્ન હજુ સારવાર લઇ રહયા હોવાનું જાણવા મળ્યું છે. જામનગર નજીક ખીજડિયા બાયપાસ ચોકડી પર તા.૨૨ના રોજ સ્વતિસ્તક સોસાયટી શેરી નં.૬માં રહેતાં રાઘવજીભાઇ ગણેશભાઇ દુધરેજિયા (ઉ.વ.૫૮) અને તેના પિત્ન રંજનબેન (ઉ.વ.૫૫) મોટરસાઇકલ પર પસાર થતાં હતાં ત્યારે સાંજના સમયે કોઇ અજાણ્યા વાહને આ દંપતિના બાઇકને જોરદાર ઠોકર મારી હતી. દરમિયાન દંપતિને ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ ખસેડાયા હતાં. જયાં લાંબી સારવાર બાદ રાઘવજીભાઇનું મૃત્યુ નપિજયુ હતું. જ્યારે રંજનબેનનું હજુ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ બનાવ અંગે પંચકોશી-એ ડિવીઝને ફરિયાદ નોંધી પીએસઆઇ ચાવડાએ તપાસ હાથ ધરી છે.