• Gujarati News
  • અંજારમાં શિક્ષકોને ઓચિંતા છુટા કરવાનો મામલો ગરમાયો

અંજારમાં શિક્ષકોને ઓચિંતા છુટા કરવાનો મામલો ગરમાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલમાં ધો.૧૧ તથા ૧૨ સામાન્ય પ્રવાહના ત્રણ શિક્ષકને એકાએક છુટા કરવામાં આવતાં ૧૫૦ વિદ્યાર્થીના અભ્યાસને અસર થતાં મામલો ગરમાયો હતો. આ મુદ્ે કોંગ્રેસના આગેવાનોએ વિવિધસ્તરે આક્રોશભરી રજૂઆત કરી છે. પાલિકા વપિક્ષના નેતા ધનજી સોરિઠયા, કોંગ્રેસ પ્રમુખ અરજણ ખાટરિયા, શહેર પ્રમુખ વિનોદ ઠક્કરની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે શિક્ષકોને છુટા કરવાના મુદ્ે પાલિકા પ્રમુખ સિંધવને મળ્યા હતા કયા કારણોસર છુટા કર્યા છે તે જણાવવા માંગ કરી હતી, આ મુદ્ે પ્રમુખે સંતોષકારક જવાબ ન આપતાં મામલો ઉગ્ર બન્યો હતો બોલાચાલી થવા પામી હતી. એકાએક થયેલી આ છટણી કોના ઇશારે અને કોનું હિત સાચવવા કરાઇ છે તેવા આક્ષેપો થયા હતા ધનજીભાઇએ જણાવ્યું હતું કે, આવી બદલીઓ થતી હોય છે, તે વેકેશનમાં કરવાની સાથે તેના નિયમો પ્રમાણે કરવી જોઇએ, નહીં કે શાસકોની મરજી પ્રમાણે. આગેવાનો નાયબ કલેકટર રાકેશ વ્યાસને મળ્યા હતા. રજૂઆત કરતાં તેમણે શિક્ષકોને કયા કઅગાઉ છુટા કરાયેલા
અંજાર પાલિકાના પ્રમુખ તરીકે કલ્પનાબેન શાહ હતા, ત્યારે તા.૩૦/૪ના એક શિક્ષકને છુટા કર્યા હતા, તે આજ દિવસ સુધી ફરજ ઉપર ચાલુ હતા તેવું અરજણ ખાટરિયાએ જણાવતાં પ્રમુખે તપાસ કરાશે તેવો જવાબ અપાયો હતો.
નવી ભરતીમાં શું ભાવ નક્કી છે ?
કોંગ્રેસના અગ્રણીએ નવી ભરતીમાં શું ભાવ નક્કી કર્યા છે તે અંગે પૂછતાં પ્રમુખ દ્વારા પણ કહી દેવામાં આવેલું કે, એ ભાવો કાલ નક્કી થશે.
ારણોસર છુટા કર્યા તે જાણવા જે-તે વિભાગને સૂચના આપી હતી.