તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૫૦ લાખના ખર્ચે ભદ્રેશ્ર્વર રોડનું સમારકામ કરાશે

૫૦ લાખના ખર્ચે ભદ્રેશ્ર્વર રોડનું સમારકામ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા તાલુકાના વિખ્યાત તીર્થધામ ભદ્રેશ્ર્વર જૈનતીર્થથી વસઇ એ રોડની રૂ.૫૦ લાખના ખર્ચે મરંમત કરવામાં આવશે. આ વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઇ છેડાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી આનંદીબેન પટેલ પાસે ભદ્રેશ્ર્વર તીર્થથી વસઇ એ રોડ જે બિસ્માર બની ગયો હતો, તેના સમારકામ માટે રજૂઆત કરતાં મંત્રીએ આ માટે રૂ. ૫૦ લાખના ખર્ચે આ રોડની મરંમત માટે આદેશ આપ્યો છે. છેડાએ જણાવ્યું હતું કે, વસઇતીર્થ યાત્રાનું સ્થળ હોઇ ઘણા લોકો અવર-જવર કરે છે, જેથી વાહન વ્યવહાર સતત ચાલુ રહે છે. હાલે ઘણા સમયથી આ રસ્તો ખરાબ થઇ ગયો હતો અને તેનું સમારકામ કરવાની તાતી જરૂરિયાત હતી. આ રોડની વહેલામાં વહેલીતકે મરંમત કરવાની પણ સૂચના આપવામાં આવી છે.