તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ફિળયામાં સૂતેલા પિતાને પુત્રએ કુહાડાના ઘા મારી પતાવી દીધા

ફિળયામાં સૂતેલા પિતાને પુત્રએ કુહાડાના ઘા મારી પતાવી દીધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પડધરીના વણપરી ગામે બચુભાઇ નાગજીભાઇ સોલંકી નામના પ્રાૈઢને તેના સૌથી નાના બેકાર પુત્ર જયંતીએ માથામાં કુહાડાના ચારથી પાંચ ઘા મારીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા હતા. ખિસ્સા ખર્ચી માટે પૈસા માગનાર બેકાર પુત્રને પિતાએ કામધંધો કરવાનું કહેતા કપાતરે બપોરે નિદ્રાધીન પિતાની હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
ભોગ બનનાર બચુભાઇના ભાઇ થોભણભાઇએ આજે બપોરે દોઢ વાગે પડધરી પોલીસને ફોન કરીને તેના ભાઇની હત્યા થયાની જાણ કરી હતી. હત્યાના બનાવની માહિતી મળતા ફોજદાર વાય.બી.જાડેજા, મદદનીશ ચંદ્રકાન્તભાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ પહોંચી ત્યારે મકાનના ફિળયામાં બચુભાઇનો લોહી તરબોળ મૃતદેહ પડયો હતો. બચુભાઇને તેના જ પુત્ર જયંતીએ રહેંસી નાખ્યાનું જણાવતા પોલીસે ઘરમાં જ હાજર આરોપીની ધરપકડ કરી કુહાડો કબજે કર્યો હતો.
બચુભાઇને સંતાનમાં પાંચ પુત્ર છે. જે પૈકી ત્રણ પુત્ર રાજકોટ રહી મજૂરી કરે છે. નાના બે પુત્ર સાથે રહે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વગિત મુજબ હત્યારા જયંતીએ ગતરાતે પિતા પાસે વાપરવા માટે પૈસા માગ્યા હતા. પિતાએ પૈસા આપવાનો ઈનકાર કર્યો હતો અને રખડવાના બદલે કામધંધો કરવાનું કહેતા પુત્રના મગજ ઉપર ખૂન્નસ સવાર થયું હતું. આજે સવારે ૧૧ વાગે બચુભાઇ ફિળયામાં સૂતા હતા. પત્ની અંદરના રૂમમાં હતા.
...અનુસંધાન પાના નં. ૯


જ્યારે એક પુત્ર મજૂરીએ ગયો હતો ત્યારે જયંતી ઘરમાંથી કુહાડો લાવીને નિદ્રાધીન પિતા ઉપર હુમલો કરીને ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા. ખૂની હુમલામાં પુષ્કળ લોહી વહી જતાં ઘાયલ પ્રાૈઢના સ્થળ ઉપર જ રામ રમી ગયા હતા.પિતાની હત્યા કર્યાનો અફસોસ પણ નહીં!
ઠંડા કલેજે પિતાની હત્યા કર્યા બાદ પુત્ર જયંતી કુહાડો લાશ પાસે મૂકીને અંદર રૂમમાં જઇને બેસી ગયો હતો. પોલીસ પહોંચી ત્યારે પણ આરોપી નિરાંતે રૂમમાં બેઠો હતો. તેના ચહેરા ઉપર પિતાની હત્યા કર્યાનો કોઇ અફસોસ ન હતો.