• Gujarati News
  • અંજારમાં પુસ્તક વિમોચન સાથે સંતોને વિદાય અપાઇ

અંજારમાં પુસ્તક વિમોચન સાથે સંતોને વિદાય અપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર નૂતન સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં રવિવારે પૂનમના દિવસે ઉત્સવ દર્શન પુસ્તક તથા વ્યાખ્યાનમાળા સીડીના વિમોચનની સાથે સંતોનો વિદાય સમારંભ યોજાયો. મહંત સ્વામી હરજિીવનદાસજી, સ્વામી મુકુંદજીવનદાસજી, સ્વામી હરબિળદાસજીની આજ્ઞાથી અંજારમાં ઉજવાયેલા દરેક ઉત્સવોની યાદ તાજી કરાવતાં પુસ્તક ઉત્સવ દર્શન તેમજ વ્યાખ્યાનમાળાની સીડીનું વિમોચન સંતો તેમજ અગ્રણીના હસ્તે કરાયું હતું. સ્વામી અક્ષરપ્રિયદાસજી તથા શુકમુનિદાસજી દ્વારા ૧૦૮ જનમંગલના માવલીની ૧૩ પારાયણ દ્વારા ઠાકોરજી પૂજન કરાયું હતું. કોઠારી પ્રકાશદાસજી તથા પ્રભુવલ્લભદાસજીએ ઉત્સવ દર્શન પુસ્તકનો હેતુ જણાવ્યો હતો.