તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રીઢો બાઇકચોર ઝડપાયો

રીઢો બાઇકચોર ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ચોરાઉ મોટરસાઇકલ સાથે સીનસપાટા મારતા ઉપલેટાના શખ્સને એલસીબીએ આબાદ પકડી પાડયો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો માખીયાળા ગામે રહેતો શખ્સ ચોરાઉ મોટરસાઇકલ સાથે જામનગરમાં સીનસપાટા મારતો હોવાની એલસીબીનાં અરજણભાઇ અને સુરેશભાઇ આહિરને બાતમી મળી હતી. જેના આધારે એલસીબીના સમગ્ર સ્ટાફે પોલીસે ચોકકસ સ્થળે વોચ ગોઠવી પલ્સર બાઇકમાં પસાર થતાં રમેશ ભીમા સુવા નામના શખ્સને આંતરી લીધો હતો. જેમાં પલ્સર મોટર સાઇકલ ૨૦૧૦માં ઉઠાંતરી કર્યાની આરોપીએ કબૂલાત કરી હતી.