• Gujarati News
  • કોઠારિયા ચોકડી પાસે એનિમલ હોસ્ટેલ બનાવવાની મનપાની તૈયારી

કોઠારિયા ચોકડી પાસે એનિમલ હોસ્ટેલ બનાવવાની મનપાની તૈયારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત છે. મનપા ઢોરની સમસ્યાથી લોકોને મુકત કરવામાં નિષ્ફળ રહી છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટેના અનેક વિકલ્પો પૈકીનો એક વિકલ્પ એનિમલ હોસ્ટેલનો છે. માલધારી સમાજના મેયરે ચાર્જ સંભાળ્યા બાદ સૌ પ્રથમ પશુ હોસ્ટેલની યોજનામાં રસ લીધા બાદ ગઇ કાલે કમિશનર પાંખ સાથે પદાધિકારીઓની મિટિંગમાં કોઠારિયા રોડના છેડે એનિમલ હોસ્ટેલ બનાવવા પર વિચારણા હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં મેયરે એનિમલ હોસ્ટેલની જગ્યા બાબતે મ્યુનિ.કમિશનરને પત્ર પણ લખ્યો છે.
શહેરમાં રહેલા ઢોર શહેરના ખૂણે જ સચવાય જાય અને માલધારીઓને પણ અગવડતા ન પડે તે માટે આ દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે. નવનિયુકત પદાધિકારીઓએ મ્યુનિ.કમિશનર અજય ભાદુ સાથે બેઠક યોજી શહેરમાંથી પશુઓના વૈકિલ્પક વસવાટ માટે એનિમલ હોસ્ટેલ બનાવવાની ચર્ચા કરી હતી. મેયરના કહેવા પ્રમાણે આવનારા ભવિષ્યમાં શહેરની ચારેય દિશામાં આવી હોસ્ટેલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાશે.
બેઠકમાં ચર્ચા થયા મુજબ વોર્ડ નં.૨૩ના કોઠારિયા રોડના છેડે વાલ્મીકી સમાજના આવાસ માટેનો પ્લોટ આવેલો છે. હવે આ જગ્યામાં એનિમલ હોસ્ટેલ બનાવી શકાય તેમ છે. આ જગ્યાએ દબાણો થઇ જાય તેના બદલે આ યોજના આકાર લે તો મોટો પ્ર®ન હળવો થાય તેમ છે. વળી ખોખડદળ નદી નજીકમાં આવેલી છે. આથી પાણી માટે પશુઓ અને પશુપાલકોને અનુકૂળ પણ પડે તેમ છે.
જો કે રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા મનપામાં ખાસ પશુ રંઝા નિવારણ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. પરંતુ આ સમસ્યા હળવી થવાનું નામ લેતી નથી.
યોજનાનું માત્ર નામ જ ફર્યું, આ યોજના પણ ૧૦ વર્ષ પડી રહેશે
ઢોરના ત્રાસ દૂર કરવા મનપાએ વખતોવખત અનેક વિકલ્પો ચર્ચા કરી છે. વર્ષોથી મનપા દ્વારા માલધારી વસાદહતની જાહેરાત થઇ રહી છે. જેમાં શહેરના છેવાડાના વિસ્તારમાં માલધારી સહિત ઢોરને વસાહતની યોજના ૧૦ વર્ષની બનાવાઇ છે. તેતો પૂરી થઇ નથી હવે એનિમલ હોસ્ટેલના રૂપકડા નામ સાથે ફરી આ યોજના હાથ પર લેવાઇ છે. જેમાં માત્ર ઢોરને ત્યાં રખાશે તેના માલિક માલધારી ત્યાં નહીં રહી શકે. તે પ્રકારની યોજના છે હવે એ જોવાનું રહ્યું કે આ યોજના આગવી વધે છે કે પછી માત્ર કાગળ પર જ રહે છે.