તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માધાપરમાં મેલેરિયા વિરોધી નિદાન કેમ્પનું કરાયું આયોજન

માધાપરમાં મેલેરિયા વિરોધી નિદાન કેમ્પનું કરાયું આયોજન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોને મેલેરિયા વિશે વધુ જાણકારી ઉપલબ્ધ થાય તે હેતુથી કુકમા પી.એચ.સી. તથા માધાપર જિલ્લા લોકલ બોર્ડ દ્વારા આયોજિત તથા માધાપરના અગ્રણી અને કેમ્પના મુખ્યદાતા વિનોદભાઇ રામજી હિરાણીના સહયોગથી જૂનાવાસ પછાત વિસ્તાર એવા મતિયા કોલોની આંગણવાડી મધ્યે મેલેરિયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેડિકલ ઓફિસર ડો.પી.એચ.શમૉ, રાજુભાઇ યાદવ, આશિતભાઇ શાહે વિવિધ માહિતી પૂરી પાડી હતી. આ કેમ્પમાં લોકોના લોહીની ચકાસણી કરવામાં આવી હતી, જેની લેબોરેટરી ટેિકનશિયન લીનાબેન પટેલે, સુનીલ હિરાણીએ સેવાઓ પૂરી પાડી હતી.
આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો મેલેરિયાથી વાકેફ થયા હતા, સાથે લોહીની ચકાસણી પણ કરી હતી.