તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બિદડામાં યૂરોલોજી શિબિરમાં ૧૬ દર્દીના થયાં ઓપરેશન

બિદડામાં યૂરોલોજી શિબિરમાં ૧૬ દર્દીના થયાં ઓપરેશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જીવીબેન દામજી વીરજી ગાલા યૂરોલોજી ડિપાર્ટમેન્ટમાં યૂરોલોજી (પેશાબરોગ)ની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતની વિખ્યાત નડિયાદની મૂળજી પટેલ યૂરોલોજીકલ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોએ સેવાઓ આપી હતી.
આ કેમ્પ દરમિયાન ૧૬૧ દર્દીની તપાસણી કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું, જેમાંથી ૧૬ દર્દીના ઓપરેશન સફળતાપૂર્વક થયાં હતાં. બે મેજર સર્જરી માટે નડિયાદ રફિર કરવામાં આવ્યા હતા.
આ શિબિર દરમિયાન ડો. પ્રદીપ ગણાત્રા, ડો. અરવિંદ ગુણપુલે, ડો. જિતેન્દ્ર, ડો. દિનેશ પ્રજાપતિ, ડો. આશિષ ગોટી, ડો. મયંક, ડો. વિનય, ડો. ભાૈમિક, ડો. અભિષેક, ડો. ચેતન, ડો. પ્રતીક શાહે સેવાઓ
આપી હતી.