તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગાંધીધામની હોટલમાંથી ૩ પીધેલા વેપારી જબ્બે

ગાંધીધામની હોટલમાંથી ૩ પીધેલા વેપારી જબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ શહેરમાં આવેલી પ્રશાંત હોટલમાં દારૂ પીધેલી હાલતમાં ત્રણ વેપારી શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા. મંગળવારે ભાંગતી રાત્રે આ લોકો હોટલમાં દારૂની મહેફિલ કરીને બેઠા હતા, ત્યારે જ પોલીસે દરોડો પાડીને ત્રણેયને ઝડપી લીધા હતા. આ બનાવે શહેરમાં પણ ચર્ચા જગાવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગાંધીધામમાં પ્રશાંત હોટલમાંથી આરોપી રાજકુમાર મોહનલાલ અગ્રવાલ(જયપુર), સુરેશભાઈ શાહ(અમદાવાદ), ઝાકિર હુસૈન અબ્દુલ રઝાક મેમણ(અમદાવાદ)ને પકડી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય વેપારી હોટલમાં દારૂની મહેફિલ મનાવતા હતા.
એ વિશે બાતમી મળતાં પોલીસે મંગળવારે વહેલી સવારે અઢી વાગ્યે દરોડો પાડÛો હતો. ત્રણેય શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. વેપારી વર્ગમાં પણ આ ઘટનાએ ચર્ચાના વમળો સર્જી દીધાં હતાં.