તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નખત્રાણામાં કાળા બજારિયો દુકાનદાર ફરાર

નખત્રાણામાં કાળા બજારિયો દુકાનદાર ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નલિયા નજીકથી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કેરોસીનના બેનામી જથ્થા સાથે છોટાહાથીમાં જતા શખ્સને પકડી પાડÛો હતો.
આ મામલામાં ૧૪૦૦ લિટર કેરોસીનનો માલ ગેરકાયદે જણાઇ આવતાં પોલીસે ત્રણ શખ્સ સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં કેરોસીનના કાળા બજાર કરતા નખત્રાણાના શખ્સને પકડવા પોલીસ ગઈ, તો એ ફરાર થઈ ગયો હતો. ડુંગર વંકા રબારીએ બ્લૂ કેરોસીનનો જથ્થો નખત્રાણામાં સસ્તાં અનાજની દુકાન ધરાવતા પ્રકાશ મારાજ પાસેથી મેળવ્યો હતો, જે આશાપરના જયંતી લિંબાણી(પટેલ)ને આપવા જઈ રહ્યો હતો.
મંગળવારે નલિયા પોલીસ જ્યારે પ્રકાશ મારાજને પકડવા માટે પોલીસે નખત્રાણા પહોંચી તો તે ફરાર થઈ ગયો હતો. ડુંગર જેલમાં
ધકેલાયો હતો. આ ઘટનાએ પશ્ચિમ કચ્છમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. પોલીસ તેના પર તપાસ કરી
રહી છે.