તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાલિકાઓને અભ્યાસ કરી ખૂમારીપૂર્વક આગળ વધવા શીખ

બાલિકાઓને અભ્યાસ કરી ખૂમારીપૂર્વક આગળ વધવા શીખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર-ભુજ દ્વારા કન્યાકુંજમાં રહેતી ૧૧૫ જેટલી વિકલાંક બાલિકાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથો-સાથ નોટબુકનું વિતરણ કરાયું હતું. સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાએ તંદુરસ્ત સમાજની રચના માટે કન્યા કેળવણીની ખૂબ જ આવશ્યક હોઇ તમામ બાલિકાઓને ખંત અને ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી જીવનમાં ખૂમારીથી આગળ વધવા અને પોતાની જીવન કેડી જાતે જ કંડારવાની શીખ આપી હતી.દાતા પરિવારના લીલાવંતીબેન જેઠાલાલ મહેતા, દિલાવરસિંહ રાઠોડ, વિનેશભાઇ સંઘવી, માધવજીભાઇ પટેલ, સી.સી. જોષી, નટવરભાઇ વોરા, રંજનબેન શાહ, કુમુદબેન સંઘવી, કાંતાબેન મોરબિયા હાજર રહ્યા હતા.