• Gujarati News
  • શંખેશ્ર્વર કોમ્પલેકસનાં ૨૪ નળજોડાણ કપાયાં

શંખેશ્ર્વર કોમ્પલેકસનાં ૨૪ નળજોડાણ કપાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૈલાશનગર પાસે શંખેશ્ર્વર કોમ્પલેકસના મિલકતદારોને બેદરકારી અને આળસ ભારે પડી ગઈ છે. ગંદકી, ઓવરફ્લો થતી ટાંકીઓ, મચ્છરના બ્રિડિઁગ જેવી ખામીઓને દૂર કરવા માટે પાલિકાની સંખ્યાબંધ નોટિસને ગણકારાઈ નહતી. એટલે, મંગળવારે પાલિકાના સેન્ટ્રલઝોને શંખેશ્ર્વર કોમ્પલેકસની આઠ હાઈરાઇÍડ બિલ્ડિંગ અને કમિર્શયલ મિલકતોને માટે અપાયેલા ૨૪ જેટલાં પાણીના જોડાણ કાપી નાંખ્યાં હતાં. એટલું જ નહીં આ કોમ્પલેકસમાં મંજુરી વગરની દુકાનો, વેરાબિલ, પ્રોફેશનલ ટેકસમાં ઘાલમેલ, પ્લાન વિરુદ્ધના બાંધકામો અને અનધિકૃત ડ્રેનેજ કનેકશનની પણ તપાસ કરવાનો મોરચો ખોલી દીધો છે. મજુરાગેટ પાસે આવેલું જાણીતુ શંખેશ્ર્વર કોમ્પલેકસ મંગળવારે પાલિકાના સેન્ટ્રલઝોનની ઝપટે ચઢી ગયું હતું. સેન્ટ્રલઝોને આ કોમ્પલેકસની આઠ બહુમાળી ઇમારતો અને તેની સાથે જોડાયેલા કમિર્શયલ કોમ્પલેકસની તમામ મિલકતો સામે બહુપાંખિયો મોરચો માંડી દીધો છે. તેની સામે તમામ ખાતાઓને તપાસ માટે લાગી જવાનું ફરમાન કરી દેવાયું છે. મંગળવારે પહેલાં દિવસે આ કોમ્પલેકસને અપાયેલા પાણીના અડધો ઈંચ વ્યાસના ૧૪ જોડાણ, એક ઇંચના બે જોડાણ અને દોઢ ઈંચના આઠ કનેકશન મળીને કુલ ૨૪ જોડાણ કાપી નાંખ્યાં હતાં.
કોમ્પલેકસના મિલકતદારોની બેફિકરાઈ
પાલિકાનું સત્તાવાર રીતે કહેવું હતું કે, આરોગ્ય વિભાગ અને સેન્ટ્રલ ઝોનના સંયુકત ઓપરેશનમાં છેલ્લાં એક મહિના દરમિયાન શંખેશ્ર્વર કોમ્પલેકસમાં અનેક પ્રકારની ગેરરિતીઓ જણાઈ હતી. સંખ્યાબંધ હોસ્પિટલ્સ, દવાખાના આવ્યાં છે, જયાં રોજ સેંકડો લોકો પોતાનું આરોગ્ય સુધારવા જાય છે. જોકે, ત્યાં એક નહીં અનેક ઠેકાણે ગંદકીના ઢગલાં, કચરો, પાણીની ટાંકીઓ સતત ઓવરફ્લો થતી હતી. પાણીનો ભરાવો અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ જણાયો હતો. આનેલીધે ત્યાં જ લોકોના આરોગ્યની સ્થિતિ ચિંતાજનક જણાઈ હતી.૯થી વધારે નોટિસ આપી છતાં ગણકારી નહીં
પાલિકાના આરોગ્ય અને સેન્ટ્રલ ઝોનના ઓપરેશનમાં જે ગંદકી, ઓવરફ્લો થતી ટાંકીઓ, મચ્છરના બ્રિડિઁગ જેવી ખામીઓને દૂર કરવા માટે નવથી વધુ વખત નોટિસ આપી હતી. છતાં તેને ગણકારાઈ નહતી. શંખેશ્ર્વર કોમ્પલેકસના બિલ્ડર અને તેના સેક્રેટરી સહિત વહીવટકર્તાઓએ કોઈ દાદ આપી નહતી. હાલતમાં સુધારો કરવાની કોઈ કાળજી નહીં લેવાતા પાલિકાએ ત્રીજું નેત્ર ખોલ્યું હતું.
કોમ્પલેકસમાં શું આવ્યું છે@ ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ
@ ડો. કુમાર નાયક,
ડો. પી.ટી. નાયકની હોસ્પિટલ
@ ડો. મુકુલ ચોકસી,
રઇશ મનિયારના િકલનિક
@ ૧૨થી વધુ મેડિકલ સ્ટોર્સ
@ ૫થી વધુ લેબોરેટરીઝ
@ ૧૫૦ જેટલી ઓફિસ, દુકાનો
@ ૮ બહુમાળી ઇમારતચાર મિલકતદારો સામે કોર્ટમાં કેસ પણ કર્યો
પાલિકાની તપાસમાં જે બેદરકારી આ કોમ્પલેકસમાં જણાઈ હતી. તેમાં ૯ જેટલાં સ્થળોએ મચ્છરના બ્રિડિઁગ પણ મળી આવ્યાં હતાં. તેને દૂર કરવા માટે પણ કોઈ જ કાર્યવાહી નહીં કરાતા મિલકતદારોને નોટિસ પણ આપી હતી. જ્યારે આરોગ્યલક્ષી બેદરકારી માટે મ્યુનિસપિલ કોર્ટમાં ચાર કેસ દાખલ કરવામાં આવ્યાં હતાં.
આજથી આ વિભાગો જશે
@ મિલકતવેરામાં ગોલમાલ બહાર લાવવા આકારણીનું ચેકિંગ
@ પ્રોફેશનલ ટેકસની ગરબડ શોધી કાઢવલા માટેની તપાસ
@ મંજુરી વગરની દુકાનોની તપાસ
@ પ્લાન વગર કરી દીધેલા બાંધકામ માટે શહેર વિકાસ વિભાગની તપાસ
@ ગેરકાયદે ડ્રેનેજ જોડાણ શોધવા ડ્રેનેજ વિભાગની તપાસ
@ ગુમાસ્તાધારા વિભાગની તપાસ