તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હારની ચર્ચાને બદલે કોંગ્રેસીઓ ઊંઘી ગયા!

હારની ચર્ચાને બદલે કોંગ્રેસીઓ ઊંઘી ગયા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત કોંગ્રેસની ગાડી ફરી મોદીની ટીકા કરવાના પાટે જ ચઢી ચૂકી છે. કેમકે, ગુજરાત કોંગ્રેસના નવનિયુકત પ્રભારી ગુરુદાસ કામતે મંગળવારે સુરતમાં પહેલી પ્રદેશ કારોબારી બેઠકને સંબોધી હતી. સાથો સાથ શહેર-જિલ્લાના હોદ્દેદારોને પણ સંબોધ્યા હતાં. જોકે, આ બેઠકમાં કોંગ્રેસને ફરી સજીવન કરવાના સૂચનો અને આયોજન ઓછા અને ભાજપ શાસનની સામે આંગળી ચિંધવાના નિવેદનો જ વધારે થયાં હતાં.
પ્રભારી ગુરુદાસ કામતને ગુજરાતના પ્રભારી બનાવાયાની સાથે આકરા પગલાં ભરવા માટેનો પણ છુટ્ટોદૌર અપાયો હોવાનું કહેવાતું હતું. તુણિરમાં બાણ સાથે મોકલાયેલા પ્રભારી કામત મંગળવારે સુરતમાં યોજેલી પહેલી બેઠકમાં કોંગ્રેસના હોદ્દેદારોને સખણાં રહેવાનો ઇશારો કરે તેવું મનાતું હતું. એટલે જ ગુજરાત કોંગ્રેસની સફાઈ માટે પહેલી કારોબારીની બેઠક ‘સફાઈ’માં અવ્વલ સુરતને પસંદ કર્યું હોવાનું કહેવાતું હતું. જોકે, તેવું થયું નહતું.
કોંગ્રેસના વર્તુળોનું કહેવું હતું કે, બેઠકમાં હોદ્દેદારોને વિધાનસભાની ચૂંટણીના પરાજ્યની હતાશા ખંખેરીને કામે લાગી જવા માટેનું જણાવાયું હતું, પરંતુ સ્થાપિત હિત જેવા હોદ્દેદારોની સાન ઠેકાણે લાવવા માટે કોઈ ખાસ પ્રયાસ દેખાયો નહતો.
વિધાનસભાના પરાજિત ઉમેદવારોને સંગઠનની જવાબદારીસંગઠનની બેઠકમાં મોદી શાસનની ટીકાની સાથે કેટલીક અણિયાળા મુદ્દા પણ ચર્ચાયા હતાં. તેમાં એવું ચર્ચાયું હતું કે, વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો હવે ઘરે બેસી જાય તે નહીં ચાલે. તેમને ફરી મેદાનમાં લાવો અને તેમને પોતપોતાના વિધાનસભા ક્ષેત્રના સંગઠનની જવાબદારી સોંપો. ‘સુરતમાં પણ તમામ બારેય બેઠકો ઉપરના ઉમેદવારોને ભેગા કરો’, તેવું પૂર્વની બેઠકના ઉમેદવાર કદીર પીરજાદાને એક ઇશારામાં કહેવાયું હતું.
મોદી માત્ર ગુજરાતમાં ચાલે, દેશમાં નહીં : કામત
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મંગળવારે પહેલીવાર સંગઠનની બેઠક પૂરી કર્યા પછી ગુરુદાસ કામતે ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાના પ્રયાસોને ટાળ્યાં હતાં. તેમણે કહ્યું કે,‘મુખ્યમંત્રી મોદી માત્ર ગુજરાતમાં જ ચાલી શકે, દેશમાં નહીં. એન્કાઉન્ટરના સંદર્ભમાં પણ તેમણે કોઈપણ દોષી જેલમાં જવો જ જોઈએ, તેવો પ્રતિભાવ આપ્યો હતો.
શંકરસિંહનું સત્ય કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી
સિટીલાઈટ રોડસ્થિત સાયન્સ સેન્ટરમાં હોદ્દેદારોને સંબોધતા વિધાનસભામાં વપિક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહી દીધું હતું કે, ‘ગુજરાતમાં કોંગ્રેસને ભાજપ હરાવતો જ નથી. ગુજરાતમાં કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે. બાકી સુરતમાં પૂર્વની બેઠક કે લિંબાયતની બેઠક ક્યાં હારવાની હતી!
મોઢવાડિયાનો ઇશારો હોદ્દા માટે પડાપડી ના કરશો
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના સંબોધનના કેન્દ્રમાં પણ મુખ્યમંત્રી મોદીના શાસનની ટીકા જ રહી હતી. જોકે, તેમણે કોંગ્રેસના આગેવાનોના કાન ખેંચતા એવું પણ કહી દીધું હતું કે, હવે હોદ્દો લેવા માટેની ફેશન થઈ ગઈ છે. હોદ્દો લેવો છે પણ તેની જવાબદારી નભિાવવી નથી.