તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉધનાના લૂમ્સના કારખાનેદારનો ફાંસો ખાઈ આપઘાત

ઉધનાના લૂમ્સના કારખાનેદારનો ફાંસો ખાઈ આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધના-મગદલ્લા રોડ ગાંધીકુટિર પાસે આવેલી નીલકંઠ સોસાયટી ખાતે રહેતા કાંતભિાઈ બાબુભાઈ જરીવાલા (૫૮)એ મંગળવારે સવારના ૧૧.૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરના ત્રીજા માળે સ્ટોર રૂમમાં પંખા સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. તેના પરિવારજનોએ જોતા સારવાર અર્થે આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે ખટોદરા પોલીસે આકસ્મીક મોત નોંધ કરી વધુ તપાસ એએસઆઈ હીમ્મત કેસરીએ હાથ ધરી છે. તેમના જણાવ્યા મુજબ કાંતભિાઈ લૂમ્સના ધંધા સાથે સંકળાયેલા હતા. તેમણે કોઈ અગમ્યકારણોસર ફાંસો ખાઈ લીધો હતો. તેમને પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. જયા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.