તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • યાર્નના ૫ વેપારીને ત્યાં દરોડા, ૮૫ લાખની વેટચોરી પકડાઈ

યાર્નના ૫ વેપારીને ત્યાં દરોડા, ૮૫ લાખની વેટચોરી પકડાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેટની એન્ફોર્સમેન્ટ વિંગે યાર્નના ૫ વેપારીઓને ત્યાં કરેલી તપાસમાં ૮૫ લાખની વેટ ચોરી ઝડપાઈ છે. આ દરોડામાં ખાસ એ હતી કે વેપારીઓ અંદરો-અંદર સેટિંગ કરીને ખોટી રીતે આઇટીસી મેળવતા હતા. અધિકારીઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે માત્ર ખોટા બીલ ઇશ્યુ કરનારા વેપારીઓએ કોને-કોને આ સેવા આપી છે. તપાસમાં એક વેપારી તો એવો મળયો હતો જેણે વેટ નંબર જ લીધો નહતા.
વેટ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ રÃગરોડ માર્કેટ વિસ્તાર અને ઝાંપાબજાર ખાતે ઓફિસ ધરવાત યાર્નના પાંચ વેપારીઓને ત્યાં તપાસ કરી હતી. કાગળોની ખળખોદ કરતાં અધિકારીઓને જાણવા મળયું હતુ કે માલ વેચનાર વેપારીએ માલ તો આપ્યો જ છે, પરંતુ બોગસ બીલ ઇશ્યુ કર્યા છે જેથી તેનું વેચાણ ચોપડે નહીં દેખાઈ, બીજી તરફ આ માલ જેણે લીધો છે તેવા વેપારીએ પેમેન્ટ ચૂકવતી વખતે તેમાં અમુક ટકા ટેકસ ચૂકવ્યો હોય, આ ટેકસ તેને આઇટીસ (ઈનપુટ ટેકસ ક્રેડિટ) તરીકે પાછો મેળવી પણ લીધો હતો. એટલે સરકારને એટલાં ટેકસની ખોટ ગઈ હતી. કેમકે વેચનારે તો કંઈ બતાવ્યું જ નહતુ. આથી અધિકારીઓ આ ઇનપુટ ટેકસ ક્રેડિટ માછી મેળતમામના નંબર રદ
વેટ વિભાગે જે વેપારીઓએ માલ વેચીને બોગસ બીલ ઇશ્યુ કર્યા હતા એવા ચાર વેપારીઓના નંબર રદ કર્યા છે. જ્યારે ખરીદનારાઓએ જેટલી આઇટીસી મેળવી હતી તે તો પાછી લીધી જ છે. સાથે-સાથે પેનલ્ટી પણ ભરી છે. સરકાર એવો કાયદો લાવી છે કે જયાં સુધી વેચનાર ટેકસ નહીં ભરે ત્યાં સુધી ખરીદનારને આઇટીસી ન મળે. આ માટે સૂત્રો કહી રહ્યા છે કે બને ત્યાં સુધી જેન્યુઅન વેપારીઓ જોડે જ ધંધો કરવો અને વેપારી શંકાસ્પદ લાગે તો તેને બે ચેક આપવા એક માલનો અને બીજો ટેકસનો. જેથી ટેકસનો ચેક ડિપાર્ટમેન્ટમા ંજમા થાય તો વેપારી પોતાના હકની ટેકસ ક્રેડિટ મેળવી શકે.વી હતી. આમાં એક વેપારીએ તો એવો મળયો હતો જે અત્યાર સુધી નંબર લીધાં વગર જ ધંધો કરતો હતો. નોેંધનીય છે કે યાર્ન પર કુલ પાંચ ટકા ટેકસની જોગવાઈ છે.