તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બિટ્ટામાં બોગસ દસ્તાવેજોથી કિંમતી જમીન અદાણીને વેચી નખાઇ

બિટ્ટામાં બોગસ દસ્તાવેજોથી કિંમતી જમીન અદાણીને વેચી નખાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાના બિટ્ટા ગામમાં સોનાની લગડી જેવી જમીન બોગસ દસ્તાવેજથી પચાવી પડાયાનું કૌભાંડ પ્રકાશમાં આવતાં ચકચાર વ્યાપી ગઈ હતી. ખોટા દસ્તાવેજથી હજમ કરાયેલી જમીનને વળી, અદાણી કંપનીને વેચી નાખવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. આ બનાવમાં થયેલી એફઆઇઆરમાં મુંબઈના વકીલ, નોટરી સહિત છ શખ્સ સામે ગુનો નોંધાયો હતો. કૌભાંડ વિશે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ વધારી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બિટ્ટાની જમીન પચાવી પાડવા મામલે મુંબઈમાં રહેતા હરિદાસ ધરમશીભાઈ ચાંદ્રા, વકીલ એલ.કે. ગજરિયા, નોટરી એસ.એમ.એન. નકવી, વકીલ પ્રકાશ મધુ કૈકર, સાક્ષી બનેલા વિમલ પ્રફુલ્લભાઈ શાહ તથા ચેતના ધનિષ્ઠ શાહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે મુંબઈમાં રહેતા મૂળ સાંધાણના મહેશ મંગલભાઈ ચાંદ્રાએ નલિયા પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સોએ મામલતદાર કચેરીમાં બોગસ દસ્તાવેજથી કૌભાંડ આચયઁુ હતું.
આ બનાવ વિશે તપાસ ચલાવતા એલસીબીના પીઆઇ વજિય મલ્હોત્રાએ જણાવ્યું કે, આરોપીઓએ મળીને વર્ષ-૨૦૧૧માં બોગસ વિલ બનાવ્યું હતું. ગેરકાયદે પચાવી પડાયેલી જમીન વળી, અદાણીને વેચી નાખવામાં આવી હતી, જેના પર અદાણીએ બિલ્ડિંગ બનાવી નાખ્યું છે. જમનાબેન ચાંદ્રા ૨૦૧૦માં ગુજરી ગયાં હતાં અને તેમના નામે મૃત્યુના એક વર્ષ બાદ ખોટું વસિયતનામું તૈયાર કરવામાં આવ્યું, એ ગુનામાં મૃતકના પતિ હરિદાસ પણ આરોપી હોઈ એકંદરે આ મામલો કૌટુંબિક વિવાદથી પણ ઘેરાયેલો છે.
અબડાસામાં ૬૬૭ એકર જમીનનો ગોટાળો
અબડાસા તાલુકામાં હાલ જે કૌભાંડ સૌથી વધુ ચર્ચામાં છે, એ ૬૬૭ એકર ૂ છે. આ જમીન સુડધ્રો, કાળા તળાવ, રાયધણપર અને લાખાણિયા ગામમાં ફેલાયેલી છે, જેના માલિક સાથે તેના સાળાની ૧૫ ટકા ભાગીદારી હતી. એક શખ્સ દ્વારા બોગસ દસ્તાવેજથી એ ૧૫ ટકા જમીનનો કબજો લેવામાં આવ્યો અને ઉલટા ચોર કોટવાલ કો...કહેવતને સાર્થક કરતા એ શખ્સે કોર્ટમાં મૂળ માલિક સામે ફરિયાદ કરી હતી. જોકે, કોર્ટ પણ એની મેલી મુરાદ જાણી જતાં ફરિયાદ રદ્દ કરવામાં આવી હતી. કચ્છમાં જમીનના અનેક કૌભાંડ સામે આવી ચૂક્યાં છે, ત્યારે આ પ્રકરણમાં પણ ઉંડાણથી તપાસ કરવામાં આવે, તો મોટી ગોલમાલ બહાર આવે એવી શકયતા છે.