• Gujarati News
  • ભુજ નજીક દારૂનો આથો પીવાથી આઠ ગાયનાં મોત : છ ગંભીર

ભુજ નજીક દારૂનો આથો પીવાથી આઠ ગાયનાં મોત : છ ગંભીર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ પાસે આવેલી પાલારા જેલ નજીક માલધારી પરિવારની એક સાથે આઠ ગાયનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ગાયો નજીકમાં આવેલી નદી પાસે ચરતી હતી, એ દરમિયાન નાગોર નદીના વિસ્તારમાં દારૂ બનાવવાનો આથો ગટગટાવી ગઈ હતી. ચરીને પરત ઢોરવાડા પર આવી, ત્યારે એ ગાયમાંથી આઠની લોથ ઢળી જતાં પશુપાલક પરિવારમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું. ભચાઉમાં જ્યારે લઠ્ઠાકાંડે માનવીનો ભોગ લીધો, એ દિવસે ભુજના સીમાડામાં પણ દારૂની બેફામ વ્યાપેલી બદીથી પશુઓનાં મોતની ઘટનાએ તંત્ર સામે લાલબત્તી ધરી છે અને પોલીસની પોલ ઉઘાડી પાડી છે.
ભુજ તાલુકાના નાગોર નદી વિસ્તારમાં ૩૦ ગાય ચરતી હતી, એ દરમિયાન એમાંથી કેટલીક ગાયો ત્યાં ધમધમતી દેશી દારૂની ભઢ્ઢીઓમાંથી ફેંકાયેલું દેશી દારૂ બનાવવાના આથાવાળું પ્રવાહી ગટગટાવી ગઈ હતી. આ ગાયો પાલારા જેલ પાસેના ઢોરવાડા પર પરત આવી, ત્યારે તેમની હાલત બગડી ગઈ હતી. માલધારીઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા.
પશુપાલક હયાત ઇસ્માઈલ સુમરાએ જણાવ્યું કે, તેમની ગાયો રાત્રે ગંભીર બની ગઈ હતી. સવાર સુધીમાં તો આ ગાયો ટપોટપ મરવા લાગી હતી.
કુલ આઠ ગાયે જીવ ગુમાવતાં માલધારી કુટુંબ માથે મોટી આફત આવી પડી હતી. ગંભીર બનેલી ગાયોને સુપાશ્ર્વg સંસ્થા દ્વારા સારવાર આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભુજની નાગોર નદીના વિસ્તારમાં દારૂની કેટલીય ભઢ્ઢીઓ ધમધમી રહી છે, જેના સૂત્રધારોએ આથો મોટી માત્રામાં સીમાડે ઢાલવી દેતાં એને પી ગયેલી ગાયો મોતને ભેટી હતી.
એકતરફ ભચાઉમાં લઠ્ઠાકાંડથી હાહાકાર વ્યાપેલો છે, ત્યારે ભુજમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જન્મ્યા છે.