• Gujarati News
  • ‘હું બરાબર નથી’ લખીને તરુણીએ જીવન ટૂંકાવ્યું

‘હું બરાબર નથી’ લખીને તરુણીએ જીવન ટૂંકાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાં હોસ્પિટલમાં કેસ પેપર કાઢવાની નોકરી કરતી ૧૭ વર્ષીય તરુણીએ હું બરાબર નથી, એવા પ્રકારની ચિઢ્ઢી લખીને ઝેરી દવા પી જિંદગીનો અંત લાવી દીધો હતો.
આ બનાવ વિશે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સુમિત્રા મહેશભાઈ બારોટે સોમવારે આત્મહત્યા કરી હતી, તેણે જીવ ટૂંકાવવા ઝેરી દવા પી લીધી હતી. આ બનાવની તપાસ દરમિયાન પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તરુણીએ આ પ્રકારના શબ્દો લખ્યા હતા: હું બરાબર નથી, મારી રીતે જાઉં છું. યુવાનીમાં ડગ માંડતી છોકરી ગાંધીધામમાં ડો.આનંદની હોસ્પિટલમાં કેસ પેપર કાઢવાનું
કામ કરતી હતી. શહેરમાં આત્મહત્યાની આ ઘટનાથી અરેરાટી વ્યાપી હતી. હતભાગીના પરિવારમાં શોક છવાયો હતો.