તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટાઉન હોલને છડર હસ્તગત કરી સુવિધાયુકત બનાવે

ટાઉન હોલને છડર હસ્તગત કરી સુવિધાયુકત બનાવે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા ટાઉન હોલને બંધબારણે વાર્ષિક ૧.૫ લાખના ભાડાંપટ્ટે ગેરેજ તરીકે આપી દેવાયો છે, ત્યારે કંડલા પોર્ટ ટ્રસ્ટે આપેલી જમીન પર ઊભો કરાયેલો ટાઉન હોલ પોતાના હસ્તક લઇ ખૂટતી સુવિધા ઊભી કરે તેમજ જે હેતુ માટે જમીન ફાળવાયેલી છે તેનો ભંગ થતો હોવાથી નોટિસ ફટકારવા ગાંધીધામ નગરપાલિકાના વપિક્ષી નેતાએ કેપીટીના ચેરમેનને લેખિત રજૂઆત કરી છે.
ગાંધીધામ સુધરાઇના વપિક્ષી નેતા સંજય ગાંધીએ કંડલા પોર્ટના ચેરમેન ડો.પી.ડી.વાઘેલાને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, કેપીટીએ શહેરીજનોને મનોરંજન અને સુવિધા મળી રહે તે હેતુથી પોતાના હસ્તકની જમીન ટોકન નાણાં વસૂલી ગાંધીધામ પાલિકાને સોંપી છે, પરંતુ જેમ વ્યાયામશાળા માટે આપેલી જમીન પર રખડતા ઢોરને પૂરવામાં આવે છે તેમ ટાઉન હોલ મામૂલી ભાડે ગેરેજ તરીકે આપી દેવાતાં હેતુસર થતો નથી! હેતુફેર પ્લોટો અંગે નોટિસ આપી ભૂતકાળમાં જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે તેમ આ મુદે્ પણ કામગીરી કરવી આવશ્યક બની ગઇ છે. પાલિકાએ ઊભો કરવા ખાતર જે-તે સમયે પ્લોટમાં ટાઉન હોલનું નિમૉણ તો કરી દીધું, પણ પ્રાથમિક સુવિધા ન હોવાથી શહેરીજનો માટે તો આ ટાઉન હોલ શોભાના ગાંિઠયા સમાન જ બન્યો છે. તાજેતરમાં લાખોના ખર્ચે રિનોવેશન થયા બાદ પણ આજદિન સુધી એક પણ કાર્યક્રમ તરીકે ઉપયોગમાં આવ્યો નથી! આ સાથે વધુમાં કેપીટીએ ટોકન દરે આપેલો પ્લોટ સુધરાઇ જો ભાડાં પર આપી દે તો શરતનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે, ત્યારે કેપીટી ટાઉન હોલ હસ્તગત કરી સુવિધાયુકત બનાવે તેવી અંતમાં માંગ કરી હતી.
મકાન પણ ભાડે ન મળે તેવી મામૂલી રકમમાં ટાઉન હોલ ભાડે આપી દેવાયો
સામાન્ય રીતે ગાંધીધામમાં મકાન ભાડે રાખવું હોય તો ૭થી ૧૦ હજાર લોકોને ખર્ચવા પડે છે, ત્યારે સુધરાઇએ તો મકાન પણ ભાડે ન મળે અને સાવ મામૂલી કહી શકાય તેમ માત્ર ૫ાંચ હજારમાં ટાઉન હોલ ભાડે આપી દેતાં શહેરીજનો આશ્ર્વર્યચિકત બની ગયા છે.