• Gujarati News
  • હવે શક્તિનગરના પ્લે ગ્રાઉન્ડ પણ ભાડે આપવાનો કારસો?

હવે શક્તિનગરના પ્લે ગ્રાઉન્ડ પણ ભાડે આપવાનો કારસો?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા જે હેતુ માટે ગાંધીધામ નગરપાલિકાને જમીન આપવામાં આવે છે તે સિવાયનો ઉપયોગ કરી અથવા તેને અન્ય કોઇને ફાળવી દેવાની પ્રથા ગાંધીધામ સુધરાઇએ શક્તિનગરના મેદાનમાં પણ એપ્લાય કરી છે. શહેરના ટાઉન હોલ બાદ પાલિકાએ શક્તિનગરના પ્લે ગ્રાઉન્ડને પણ આનંદમેળા માટે બે મહિના માટે ભાડે આપવાના ઇરાદા સામે લોકોનો રોષ અત્યારથી જ ઉગ્ર બની ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના શક્તિનગર વિસ્તારમાં એક મોટું મેદાન આવેલું છે. આ મેદાનમાં લોકો હરવા-ફરવા ઉપરાંત રમત-ગમતની પ્રવૃત્તિ કરે છે. જોકે, આ ગ્રાઉન્ડને સાફ કરવાનો પાલિકા દ્વારા નિયમિત રીતે કોઇ પ્રયત્ન થતો નથી, પરંતુ પાલિકાએ તો વેસ્ટમાંથી બેસ્ટ કરવાની જે કળા પ્રાપ્ત કરેલી છે તે પ્રમાણે આ મેદાનને બે મહિના માટે આનંદમેળા માટે ફાળવી દેવાની તૈયારી કરી છે અને આદત પ્રમાણે કદાચ જમીનના મૂળ માલિક એવા કંડલા પોર્ટ ટ્રસ્ટની આ માટે મંજૂરી પણ નહીં લીધી હોય. જોકે, પાલિકાના આ બદઇરાદાની અહીં રહેતા લોકોને ગંધ આવી ગઇ હોવાથી તેમણે મુખ્યમંત્રીથી માંડીને કલેકટર, મામલતદાર સહિતની ઓથોરિટીને પત્ર લખીને સખત વાંધો લીધો છે. લાભશંકર જગેશિયા નામના એક વરિષ્ઠ નાગરિકે તો આ માટે લેખિતમાં વિરોધ પણ નોંધાવ્યો છે. વપિક્ષી નેતા સંજય ગાંધીએ આકરી ટીકા કરતા કહ્યું કે, હું બે હાથ જોડીને આ મહાન નગરપાલિકાના સત્તાધશિોને વિનંતી કરૂં છું કે, કમ સે કમ રેસીડેન્સીયલ એરીયાને તો તમે બક્ષો. રામલીલા મેદાનમાં કેમ નથી કરતા.