તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઓનલાઇન આન્સરશીટ જોઇ શકશે સ્ટુડન્ટ્સ

ઓનલાઇન આન્સરશીટ જોઇ શકશે સ્ટુડન્ટ્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટુડન્ટ્સ હવે સેકંડરી એજયુકેશન (સીબીએસઇ)ની વેબસાઇટ પર બોર્ડએ ચેક કરેલી આન્સરશીટ્સ હવે ઓનલાઇન જોઇ શકશે. સીબીએસઇના દસમા ધોરણના અને બારમા ધોરણના સ્ટુડન્ટ્સ માટે આન્સર કોપીની ફોટોકોપી વેબસાઇટ પર મૂકવામાં આવશે. આ માટે સીબીએસઇએ સ્ટુડન્ટ્સને ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. જો એમની આન્સરકોપીમાં કોઇ ભૂલ હોય તો પણ કરેકશન માટે સ્ટુડન્ટ્સ બોર્ડને કોપી મળ્યાના દસ દિવસમાં ઇન્ફોર્મ કરી શકે છે.૧૨માના સ્ટુડન્ટ્સ આજે અને ૧૦માના સ્ટુડન્ટ્સ છ જુલાઇ સુધીમાં અરજી કરી શકશે
સીબીએસઇએ પોતાની વેબસાઇટ પર ઓનલાઇન આવેદન સાથે એક સરકયુલર પણ આપ્યો છે. જે પ્રમાણે બારમા ધોરણના સ્ટુડન્ટે આન્સરશીટની ફોટોકોપી ત્રણ માટે ત્રણ જુલાઇ અને દસમાના સ્ટુડન્ટ્સે છ જુલાઇ સુધીમાં સીબીએસઇની વેબસાઇટ પર અરજી કરી શકો છો. આ માટે એમણે સીબીએસઇની વેબસાઇટ થ્થ્થ્.ેૃજe.ખ્ૌે.ૌખ્ પર વિઝિટ કરવાની રહેશે. આ માટે ની સુવિધા સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી વેબસાઇટ પર રહેશે. સ્ટુડન્ટ્સે એક સબ્જેકટની આન્સરશીટ માટે ૫૦૦ રૂપિયા ફીઝ આપવાની રહેશે. આ માટે એમણે સેક્રેટરી, સીબીએસઇના નામથી ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે.બીજી વખત તપાસવાનો ઓપ્શન
જો સ્ટુડન્ટ્સની આન્સરશીટમાં માર્કસ બરાબર નહિઁ આપવામાં આવ્યા હોય અથવા તો કોઇ જવાબ ચેક કરવાનો રહી ગયો હોય તો સીબીએસઇ દ્વારા આન્સરશીટમાં કરેકશનની સુવિધા આપવામાં આવશે. આ માટે સ્ટુડન્ટ્સે વેબસાઇટ પર આન્સરશીટ મૂકાયાના દસ દિવસમાં પોતાની કરેકશન અરજી બોર્ડને મોકલી આપવાની રહેશે. આથી સમય પર કરેકશન થઇ શકે.