તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સરગમમાં રજુ થયો મલ્હાર

સરગમમાં રજુ થયો મલ્હાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાહિત્ય સંગમના ઉપક્રમે દર મહિને શાસ્ત્રીય સંગીતના એક રાગ આધારિત કાર્યક્રમ ‘સરગમ’નું આયોજન કરવામાં આવે છે. તે અંંતર્ગત મંગળવારે સાંજે સંસ્કાર ભવનમાં ‘રાગ મલ્હારની સરગમ’ કાર્યક્રમ યોજાયો હતો. મલ્હાર રાગોના જુદા જુદા પાંસા વિશે પંડિત જયંત કુમાર, ડો. હેમંત કુમાર ગંધવe અને ડો. સુનિલ મોદીએ ખુબ જ ઊંડાણમાં માહિતી આપી હતી અને વિસ્તાર પૂવeક સમજ આપી હતી. રાગ મલ્હાર પર આધારિત ચીજોની રજૂઆત રત્નાબેન કાદવાણી કરી હતી. મલ્હાર રાગ કયા કયા રોગનું નિદાન કરી શકે છે અને તેની શું અસર થાય છે તે વિશે ડો. પ્રકુલ દેસાઈએ જાણકારી આપી હતી. આ ઉપરાંત અહીં રાગ મલ્હારની રજૂઆત પણ કરવામાં આવી હતી, જેમાં જસરાજ શાસ્ત્રીએ તબલા અને સુધીર યાદીeએ હારમોનિયમની કમાન સંભાળી હતી. આ રાગમાં મહાન કલાકારો દ્વારા સ્વરબદ્ધ કરાયેલા ઘણાં બધા ફિલ્મી ગીતોની રજૂઆત પણ કરાઇ હતી.